વાત જાણે એમ છે કે શાપુર મેફતાહ તેના ભાઈને મળવા માટે કૅમ્બ્રિજના ન્યુ માર્કેટ રોડ પર મૅક્સી આઉટલેટ પર ગયો હતો.
Offbeat News
મૅક્ડોનલ્ડ્સના ગ્રાહકોને ધીમે-ધીમે ખાવા બદલ દંડ
ઇંગ્લૅન્ડના ન્યુ માર્કેટ રોડ પર આવેલા મૅક્ડોનલ્ડ્સના આઉટલેટ્સમાં ડિનર પર મળેલા બે ભાઈઓને ધીમે-ધીમે ખાવા બદલ ૧૦૦ પાઉન્ડ (લગભગ ૧૦,૦૪૬ રૂપિયા)નો દંડ ભરવાની નોટિસ મળી છે. વાસ્તવમાં આ નોટિસ ખાનગી પાર્કિંગ કંપની તરફથી મળી છે. વાત જાણે એમ છે કે શાપુર મેફતાહ તેના ભાઈને મળવા માટે કૅમ્બ્રિજના ન્યુ માર્કેટ રોડ પર મૅક્સી આઉટલેટ પર ગયો હતો. ત્યાં બન્ને ભાઈ મળ્યા અને તેમણે કાર-પાર્કમાં સાથે ડિનર લીધું અને પોતપોતાના ઘરે જવા રવાના થયા. આ મુલાકાતના ઘણા દિવસ પછી શાપુર મેફતાહને તેના લેટર-બૉક્સમાં દંડની બે નોટિસ મળી હતી. ખાનગી પાર્કિંગ કંપનીએ તેમને ૨૦૨૩ની ચોથી અને છઠ્ઠી જાન્યુઆરીએ લીધેલી મુલાકાત બદલ ૧૦,૦૪૬ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ પેનલ્ટી નોટિસમાં જણાવાયું હતું કે મૅક્ડોનલ્ડ્સના ગ્રાહકોને ૯૦ મિનિટ માટે ફ્રી કાર-પાર્કિંગ મળે છે. ત્યાર બાદ તેમને દંડ ભરવો પડે છે. એક અઠવાડિયામાં જો દંડની રકમ નહીં ચૂકવાય તો ટિકિટદીઠ એ ૧૦,૦૪૬ રૂપિયા થશે.
શાપુર મેફતાહે મૅક્ડોનલ્ડ્સના કસ્ટમર કૅરનો સંપર્ક કરતાં તેમણે મદદ કરવા અસમર્થતા વ્યક્ત કરતાં કહ્યું કે ગ્રાહકોને પાર્કિંગની સુવિધા મળી રહે એ માટે અમારી પાસે મર્યાદિત સમય સાથેની પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે. ખાનગી પાર્કિંગ કંપનીને આ રીતે નોટિસ ઇશ્યુ કરવાનો સત્તાવાર અધિકાર નથી.