આશ્ચર્યની વાત એ છે આ એક મોટરસાઇકલનું મંદિર છે એથી વધુ આશ્ચર્યની વાત એ છે કે આ મંદિરમાં બાઇકની પૂજા પણ કરવામાં આવે છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયા પર આજકાલ એવા મંદિરની ચર્ચા થઈ રહી છે જેના વિશે આજે પણ ખૂબ ઓછા લોકોને ખબર છે. આ મંદિર રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું છે અને ‘બુલેટબાબા’ના નામે પ્રખ્યાત છે. જોકે આશ્ચર્યની વાત એ છે આ એક મોટરસાઇકલનું મંદિર છે એથી વધુ આશ્ચર્યની વાત એ છે કે આ મંદિરમાં બાઇકની પૂજા પણ કરવામાં આવે છે. એની મુલાકાત દેશભરના રાઇડર અને લોકો કરે છે અને તેઓ રોડ સેફ્ટી માટે અહીં માથું ઝુકાવે છે. આ મંદિર જોધપુરના પાલી હાઇવે પર ચોટીલા ગામમાં આવેલું છે, જ્યાં બુલેટવાલા બાબા ઓમ બન્ના બિરાજમાન છે. ઓમ સિંહ રાઠોડના નામે આ મંદિર બનાવાયું છે, જેમનું ૩૦ વર્ષ પહેલાં ૧૯૮૮માં રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. કહેવાય છે કે મૃતદેહ અને બાઇક પોલીસે કબજે કર્યાં હતાં, પણ બીજે દિવસે બાઇક ગાયબ થઈ ગઈ અને ત્યાર બાદ દુર્ઘટનાવાળી જગ્યાએ પહોંચી ગઈ. વારંવાર પોલીસ-સ્ટેશન લઈ જવા છતાં બાઇક પાછી ત્યાં પહોંચી જતી હોવાથી પોલીસે પરિવારને સોંપી દેતાં પરિવારે મંદિરનું નિર્માણ કર્યું હતું.