દીવાલ પર ટેપથી ચોંટાડેલું કેળું યાદ છે? ક્રિપ્ટો મુગલ ગણાતા જસ્ટિન સને બાવન કરોડ રૂપિયામાં એ કેળું થોડા દિવસ પહેલાં ખરીદ્યું હતું. તેમણે એ કેળું ખાઈશ એવું વચન આપ્યું હતું અને શુક્રવારે તેમણે એ વચન પાળ્યું હતું
અજબગજબ
જસ્ટિન સને બાવન કરોડ રૂપિયામાં એ કેળું ખાધું.
દીવાલ પર ટેપથી ચોંટાડેલું કેળું યાદ છે? ક્રિપ્ટો મુગલ ગણાતા જસ્ટિન સને બાવન કરોડ રૂપિયામાં એ કેળું થોડા દિવસ પહેલાં ખરીદ્યું હતું. તેમણે એ કેળું ખાઈશ એવું વચન આપ્યું હતું અને શુક્રવારે તેમણે એ વચન પાળ્યું હતું. ડઝનબંધ પત્રકારો અને ઇન્ફ્લ્યુએન્સર્સ લોકોની હાજરીમાં જસ્ટિન સને એ કેળું ખાધું હતું. ઇટાલિયન આર્ટિસ્ટ મોરિઝિયોએ ‘કૉમેડિયન’ નામે એ આર્ટ-પીસ બનાવ્યો હતો. કેળું ખાતાં પહેલાં સને આ કળાકૃતિને ‘પ્રતિષ્ઠિત’ ગણાવી હતી. કન્સેપ્ચ્યુઅલ આર્ટ અને ક્રિપ્ટોકરન્સી બન્ને વચ્ચેના સામ્ય પર ભાર મૂક્યો હતો. કેળાનું પહેલું બટકું ભર્યા પછી સને કહ્યું કે બીજાં બધાં કેળાં કરતાં આ ઘણું સારું છે. સને ત્યાં આવેલા મહેમાનોને સ્મૃતિચિહ્ન તરીકે પણ ડક્ટ ટેપ અને કેળાં આપ્યાં હતાં. આ કેળાની ન્યુ યૉર્કમાં હરાજી થઈ હતી અને સન સહિત ૭ બિડરે બોલી લગાવી હતી.