તાજેતરમાં વૃદ્ધોનું એક ગ્રુપ ખાનગી પ્રાકૃતિક રિઝર્વમાં પિકનિક મનાવવા ગયું હતું,
Offbeat News
મગરમચ્છે કરી આઇસબૉક્સની ચોરી
સફારીના પર્યટને જાઓ અને જંગલી પ્રાણીઓનો સામનો થાય એ સામાન્ય વાત છે, એમાં પણ સાઉથ આફ્રિકાની જંગલ સફારીમાં તો અવારનવાર આવી ઘટના બનતી જ હોય છે. તાજેતરમાં વૃદ્ધોનું એક ગ્રુપ ખાનગી પ્રાકૃતિક રિઝર્વમાં પિકનિક મનાવવા ગયું હતું, જેમાં મગરમચ્છનો સામનો થયાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
જોહનિસબર્ગથી લગભગ ૨.૫ કલાકના અંતરે આવેલા વૉટરબર્ગ માઉન્ટેન્સની તળેટીમાં આવેલી રિટ્સપ્રુટ પ્રાઇવેટ લૉજમાં આ ગ્રુપ પાર્ટી કરી રહ્યું હતું ત્યારે અચાનક એક મગરમચ્છ આવ્યો અને પ્રવાહી ભરેલું આઇસબૉક્સ ઉપાડી ગયો. ફેસબુક પર પોસ્ટ કરાયેલા આ વિડિયોમાં મગરમચ્છ અચાનક પાણીમાંથી બહાર આવીને આઇસબૉક્સ લઈને અન્ય કોઈને ઈજા પહોંચાડ્યા વિના પાછો પાણીમાં સરકી જાય છે.
ADVERTISEMENT
સામાન્ય રીતે જંગલી પ્રાણીઓના વર્તનની અટકળ બાંધી શકાય નહીં. તેમનું વર્તન મોટા ભાગે તો આપણી ધારણા અને અપેક્ષા કરતાં વિપરીત હોય છે. તેમના ભૂતકાળ અને માનવો સાથેના તેમના વર્તનના આધારે તેમનું વર્તન પણ હોય છે.