આ ઘટના બાદ એક સિક્યૉરિટી ગાર્ડ અને ત્રણ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા.
Offbeat News
મધ્ય પ્રદેશના રાજગઢમાં આવેલી એક હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં ગાય ઘૂસી ગઈ હતી
રસ્તા પર રખડતી ગાયો ગુજરાતનાં ઘણાં શહેરોમાં મોટી સમસ્યા છે, જે વાહનચાલકો તેમ જ રાહદારીઓ માટે બહુ મોટી સમસ્યા છે, પરંતુ વિવિધ કારણસર એનો કોઈ ઉકેલ મળતો નથી. તાજેતરમાં મધ્ય પ્રદેશના રાજગઢમાં આવેલી એક હૉસ્પિટલના આઇસીયુ વૉર્ડમાં ગાય ઘૂસી ગઈ હતી. આઇસીયુ વૉર્ડમાં સામાન્ય રીતે પેશન્ટનાં સગાંવહાલાં માટે પહોંચવું પણ મુશ્કેલ હોય છે, પરંતુ અહીં તો ગાય આરામથી આઇસીયુ વૉર્ડમાં ફરતી અને મેડિકલ વેસ્ટની કચરાપેટીને ફંફોસતી જોવા મળી હતી. આ ઘટના બાદ એક સિક્યૉરિટી ગાર્ડ અને ત્રણ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, હૉસ્પિટલની સિક્યૉરિટી એજન્સીને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. ગાય ગેટ પરના સિક્યૉરિટી ગાર્ડ અને અન્ય કર્મચારીઓને ચકમો આપીને કઈ રીતે આઇસીયુ વૉર્ડમાં પહોંચી ગઈ એ એક મોટો સવાલ છે. ગાયને આઇસીયુ વૉર્ડમાં જતી અટકાવનારું કોઈ ન હોવાથી એક મુલાકાતીએ આ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતાર્યો હતો. હૉસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે કહ્યું કે હૉસ્પિટલની સુરક્ષા સંભાળતી એજન્સીને નોટિસ પણ મોકલવામાં આવી હતી.