Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ૨૬ લાખ રૂપિયામાં આ કપલે ખરીદી લીધો અઢી એકરનો આખેઆખો ટાપુ

૨૬ લાખ રૂપિયામાં આ કપલે ખરીદી લીધો અઢી એકરનો આખેઆખો ટાપુ

13 September, 2024 03:38 PM IST | Helsinki
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશના ટાપુઓ પર અવારનવાર પ્રવાસનો આનંદ માણતા આ દંપતી અવિશ્વસનીય કિંમતે વેચાણ માટે એક ટાપુ પર આવ્યા હતા

ઓલિવર અને તેની ગર્લફ્રેન્ડ હેલેના તોમાઝેવસ્કા અને તેમણે ખરીદેલો ટાપુ

અજબગજબ

ઓલિવર અને તેની ગર્લફ્રેન્ડ હેલેના તોમાઝેવસ્કા અને તેમણે ખરીદેલો ટાપુ


ક્યારેક જીવનમાં એવી ઑફર સામે આવી જાય છે જેની કલ્પના આપણે ન કરી શકીએ. જેટલું રોકાણ કરીને લોકો મુંબઈમાં એક ઘર મેળવવા માટે વલખાં મારતા હોય છે એટલી કિંમતમાં તો ૨૪ વર્ષના ઓલિવર રસેલ નામના યુવાનને જબરો જૅકપૉટ લાગ્યો છે.  હાફ-અમેરિક અને હાફ-ફિનિશ એવા ઓલિવર અને તેની ગર્લફ્રેન્ડ હેલેના તોમાઝેવસ્કા અવારનવાર ફિનલૅન્ડના ટાપુઓ પર ફરવા જવાનાં શોખીન હતાં. એ શોખે તેમને મસ્ત ડીલ અપાવી દીધી. ફિનલૅન્ડમાં લગભગ ૧,૭૮,૦૦૦થી વધુ ટાપુઓ છે. આ ટાપુ એકથી પાંચ એકર જેટલી જ જમીન ધરાવે છે. થોડા સમય પહેલાં તેમને ખબર પડી કે કોઈકને અઢી કરોડનો ટાપુ વેચવો છે અને કિંમત માત્ર ૩૩,૦૦૦ યુરો જેટલી એટલે કે લગભગ ૨૬ લાખ રૂપિયા જેટલી જ છે. યુગલે આ તકને ઝડપી લીધી. ૨૦૨૪ના માર્ચ મહિનામાં જ તેમણે આ ટાપુ ખરીદી લીધો. અહીં તેમણે કોઈ મોટું અને પાકું ઘર બનાવ્યું નથી. લાકડાની કૅબિન અને ટેન્ટ હાઉસ બનાવ્યું છે અને ઉનાળાની રજાઓ તેઓ હવે આ ટાપુ પર ગાળે છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2024 03:38 PM IST | Helsinki | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK