એને પગલે જેને આ સ્ટાઇલ ગમી છે તેઓ ઘરે જ પોતાના જીન્સના એક પગને કાપીને આ નવા ટ્રેન્ડને અનુસરવાની કોશિશ કરી રહ્યા છે.
કોપર્ની નામની ફ્રેન્ચ લક્ઝરી બ્રૅન્ડે ‘વન-લેગ ડેનિમ ટ્રાઉઝર’ માર્કેટમાં મૂક્યાં છે
ફૅશનની દુનિયામાં એક નવી વિચિત્ર વસ્તુ આવી છે અને આ વસ્તુએ સોશ્યલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. કોપર્ની નામની ફ્રેન્ચ લક્ઝરી બ્રૅન્ડે ‘વન-લેગ ડેનિમ ટ્રાઉઝર’ માર્કેટમાં મૂક્યાં છે જેની કિંમત આપણા ૩૮,૦૦૦ રૂપિયા જેટલી છે. આ એક-પગાળા ટ્રાઉઝરનો એક ભાગ આખા પગને કવર કરે છે અને બીજો ભાગ ચડ્ડી જેટલો છે. કેટલાક ફૅશન-ફૉર્વર્ડ લોકોએ આ નવી સ્ટાઇલને વધાવી લીધી છે, પણ ઘણા લોકો આ નવા ટ્રેન્ડની ખિલ્લી ઉડાવી રહ્યા છે. જોકે નવાઈની વાત એ છે કે કોપર્નીએ આ નવી સ્ટાઇલના ટ્રાઉઝરનો જે પહેલો જથ્થો લૉન્ચ કર્યો છે એમાં બધી સાઇઝનાં ટ્રાઉઝર સોલ્ડ આઉટ થઈ ગયાં છે. એને પગલે જેને આ સ્ટાઇલ ગમી છે તેઓ ઘરે જ પોતાના જીન્સના એક પગને કાપીને આ નવા ટ્રેન્ડને અનુસરવાની કોશિશ કરી રહ્યા છે.

