આ પ્રૉપર્ટી મેગ ઑફ સૉટ્રી સાથે એક રસ્ટન ડીઝલ શન્ટર, બે વૅગન અને એક ગાર્ડ વૅન પણ આવે છે.
Offbeat News
રહેવાલાયક આખેઆખું સ્ટેશન-હાઉસ વેચાવા મુકાયું
યુકેના સ્કૉટલૅન્ડ કાઉન્ટીનું ન્યુ કૅસલટનનું સૉટ્રી સ્ટેશન મૂળ ૧૮૬૭નું છે, પરંતુ એના હાલના માલિકે ૧૯૯૦માં રહેણાક ઉપયોગ માટે એમાં ફેરફાર કર્યા છે. આ રૂપાંતરિત સ્ટેશન-હાઉસ સાથે પોતાની ખાનગી માલિકીની રેલવે અને લોકોમોટિવ સાથે તેમણે પાંચ લાખ પાઉન્ડ (લગભગ ૪.૯૧ કરોડ રૂપિયા)માં વેચવા મૂક્યું છે.
રૉક્સબર્ગશરમાં આવેલી આ વિચિત્ર મિલકતમાં ૬ બેડરૂમ અને ૬ બાથરૂમ છે તથા અદ્ભુત મનોરમ્ય દૃશ્યો ઑફર કરે છે. ઘરની ઉત્તરે જૂનું રેલવે પ્લૅટફૉર્મ અને ટ્રૅક સાથે અગાઉની રેલવેલાઇન છે, જે હજી પણ ખાનગી રેલવે તરીકે કામ કરે છે. આ પ્રૉપર્ટી મેગ ઑફ સૉટ્રી સાથે એક રસ્ટન ડીઝલ શન્ટર, બે વૅગન અને એક ગાર્ડ વૅન પણ આવે છે.
ADVERTISEMENT
સ્કૉટિશ બૉર્ડર્સ પર આવેલું આ ઘર પથ્થરનું બનેલું છે, જેમાં બે વિશાળ લિવિંગરૂમ છે, એમાંથી એક સીટિંગરૂમમાં ગામઠી શૈલીના લાકડાના સ્ટવ વગેરે છે. સીટિંગરૂમની બહાર એક બેડરૂમ વિન્ગ છે, જેમાં યુટિલિટી એરિયા, બાથરૂમ અને બેડરૂમ છે.