વિમાનમાં પ્રવાસ કરતા યાત્રીઓ પ્રમાણે ઘટના 26 ડિસેમ્બરના તે સમયે થઈ જ્યારે વિમા ઍરપૉર્ટ પરથી ઉડ્ડાણ ભરવાનો જ હતો.
Offbeat
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
બેન્ગકૉકથી (Bangkok) કોલકાતા (Kolkata) જતા `થાઈ સ્માઈલ ઍરવેઝ`ના વિમાનમાં જતા કેટલાક પ્રવાસીઓ વચ્ચે આ અઠવાડિયાની શરૂઆતમાં કહેવાતી રીતે મારપીટ શરૂ થઈ હતી. આમાં કેટલાક પ્રવાસીઓમાં એક વ્યક્તિને અનેક વાર થપ્પડ મારતા દેખાઈ રહ્યા છે. વિમાનમાં પ્રવાસ કરતા યાત્રીઓ પ્રમાણે ઘટના 26 ડિસેમ્બરના તે સમયે થઈ જ્યારે વિમા ઍરપૉર્ટ પરથી ઉડ્ડાણ ભરવાનો જ હતો.
વ્યક્તિ પોતાની મા સાથે કોલકાતા જઈ રહ્યો હતો. કોલકાતાના રહેવાસી યાત્રીએ નામ ન છાપવાની શરતે મીડિયાને ઘટના વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે તેને પોતાની માની ચિંતા થઈ રહી હતી કારણકે ત્યાં મારપીટ થઈ અને તે સીટની નજીક જ બેઠી હતી. પછીથી અન્ય યાત્રીઓ અને વિમાન પરિચારિકાએ મારપીટમાં સામેલ લોકોને શાંત કરાવ્યા. પ્રવાસીઓ પ્રમાણે મારપીટનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. વિમાન મંગળવારે બપોરે કોલકાતા પહોંચ્યું.
ADVERTISEMENT
Bangkok To kolkata flight ??? pic.twitter.com/8KyqIcnUMX
— Munna _Yadav ?%FB (@YadavMu91727055) December 28, 2022
જો કે, એ ખબર પડી શકી નહીં કે વિમાન લેન્ડ થયા પછી કોલકાતામાં અધિકારીઓને આ ઘટનાની સૂચના આપવામાં આવી હતી કે નહીં. વીડિયોમાં બે પ્રવાસીઓ વિવાદ કરતા દેખાઈ રહ્યા છે, તેમાંથી એક કહે છે, "પોતાના હાથને નીચે રાખ" અને પછી બીજી વ્યક્તિને થપ્પડ મારવાનું શરૂ કરી દે છે. ત્યાર બાદ મારપીટમાં અન્ય પ્રવાસીઓ પણ સામેલ થઈ ગયા. `થાઈ સ્માઈલ ઍરવેઝે` સાથે આ મામલે અત્યાર સુધી માહિતી હાંસલ કરવા માટે સંપર્ક થઈ શક્યો નથી.
આ પણ વાંચો : વરમાળા વખતે અકલ્પનીય રીતે પાછળ વળેલી દુલ્હનને જોઈને નેટિઝન્સ સ્તબ્ધ
ઈસ્તાન્બુલથી દિલ્હી જનારી ઈન્ડિગોની એક ફ્લાઈટમાં એક પ્રવાસી અને એક વિમાન પરિચારિકા વચ્ચે નોકઝોંકનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ગયા અઠવાડિયે વાયરલ થયો હતો. વિમાનમાં જમવાની પસંદગીને લઈને બન્ને વચ્ચે ખૂબ જ વિવાદ થયો હતો. આ ઘટના 16 ડિસેમ્બરની છે. ઈન્ડિગો અને નાગર વિમાનન મહાનિદેશાલય (ડીજીસીએ)એ ગયા અઠવાડિયે કહ્યું હતું કે મામલે તપાસ કરી રહ્યા છે.