૨૦૧૯માં તેણે ૬૪૯ સ્કોર મેળવ્યા અને ત્સિન્ગુઆ યુનિવર્સિટી માટે ક્વૉલિફાય થયો, પરંતુ એમાં પણ એક કસર રહી ગઈ હતી.
ચીનમાં તાંગ શાંગજુન
ચીનમાં તાંગ શાંગજુન નામના યુવકે ૨૦૦૯માં પહેલી વાર ચીનની સૌથી અઘરી એન્ટ્રન્સ એક્ઝામ ગાઓકાઓ આપી હતી અને ૭૫૦માંથી માત્ર ૩૭૨ માર્ક્સ મેળવ્યા હતા. આટલા સ્કોર સાથે તેનું ત્સિન્ગુઆ યુનિવર્સિટીમાં ઍડ્મિશન મેળવવાનું સપનું પૂરું થાય એમ નહોતું. આ જિદ્દી માણસે નક્કી કરી લીધું કે ભણીશ તો ત્સિન્ગુઆ યુનિવવર્સિટીમાં જ. તેણે બીજા વર્ષે ફરીથી એન્ટ્રન્સ એક્ઝામ આપી. ૨૦૧૬માં તેનો સ્કોર ૬૨૫ આવ્યો. આટલા માર્ક્સ સાથે તેને લગભગ સાતેક યુનિવર્સિટીમાં ઍડ્મિશન મળી જાય એમ હતું છતાં તેણે પરીક્ષા આપવાનું ચાલુ જ રાખ્યું. ૨૦૧૯માં તેણે ૬૪૯ સ્કોર મેળવ્યા અને ત્સિન્ગુઆ યુનિવર્સિટી માટે ક્વૉલિફાય થયો, પરંતુ એમાં પણ એક કસર રહી ગઈ હતી. તેને જે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એ બે સબ્જેક્ટ્સમાં દાખલો જોઈતો હતો એ ન મળ્યો એટલે તેણે નેક્સ્ટ યર પાછી એન્ટ્રન્સ એક્ઝામ આપવાનું નક્કી કર્યું. જોકે કમનસીબે એ પછીથી તાંગનો સ્કોર ઘટતો જ ગયો. તાજેતરમાં ૧૬મી વાર પરીક્ષા આપ્યા પછી પણ તે ક્વૉલિફાય નથી થઈ રહ્યો અને હવે થાકી ગયો છે. હાલમાં તે ૩૬ વર્ષનો થઈ ગયો છે એટલે જો તે મનગમતું ભણી લે તો પણ તેને મનગમતી જૉબ મળે એ માટે વધુ સ્ટ્રગલ કરવી પડશે.

