ચીનમાં કેટલીક ઑનલાઇન દુકાનો ચીનની મુખ્ય બૅન્કો સામે આવેલી માટીને ખોદીને વેચી રહી છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે આ માટી ઘરમાં રાખવાથી એ તમારી સંપત્તિમાં વધારો કરી શકે છે. બૅન્કોની સામેથી ખોદવામાં આવેલી આ માટી ૮૮૮ યુઆનમાં વેચવામાં આવી રહી છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ચીનમાં કેટલીક ઑનલાઇન દુકાનો ચીનની મુખ્ય બૅન્કો સામે આવેલી માટીને ખોદીને વેચી રહી છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે આ માટી ઘરમાં રાખવાથી એ તમારી સંપત્તિમાં વધારો કરી શકે છે. બૅન્કોની સામેથી ખોદવામાં આવેલી આ માટી ૮૮૮ યુઆન (આશરે ૧૦,૫૦૦ રૂપિયા)માં વેચવામાં આવી રહી છે. ઑનલાઇન પોર્ટલો દાવો કરે છે કે આ માટી બૅન્ક ઑફ ચાઇના, ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ કમર્શિયલ બૅન્ક ઑફ ચાઇના, ઍગ્રિકલ્ચરલ બૅન્ક ઑફ ચાઇના, ચાઇના કન્સ્ટ્રક્શન બૅન્ક અને બૅન્ક ઑફ કમ્યુનિકેશન્સની બહારથી એકત્રિત કરવામાં આવી છે. વિક્રેતા દાવો કરે છે કે તમારી સંપત્તિમાં વધારો થશે એનો સફળતાનો દર ૯૯૯.૯૯૯ ટકા છે. કેટલાક વિક્રેતાઓ બૅન્કોની બહારથી માટી ખોદી રહ્યા છે એવા વિડિયો પણ મૂકી રહ્યા છે. જોકે આ દાવાની હાંસી પણ ઉડાવવામાં આવી રહી છે. એક માણસે કહ્યું હતું કે હું બૅન્કમાં કામ કરું છું અને ઑફિસમાં ફૂલ રોપવા માટે મારે ઘરેથી માટી લઈ જવી પડે છે. બીજા એક યુઝરે સવાલ કર્યો હતો કે હું તો બૅન્કની બાજુમાં જ રહું છું, મારું નસીબ કેમ સુધર્યું નથી?

