એ સમયે તે એકસાથે ૧૦ ફિંગર પુશ-અપ્સ કરી શકતો હતો.
Offbeat News
ફિટનેસ ચાહકે કુંગ ફુથી પ્રેરિત થઈ ફિંગર પુશ-અપ્સનો રેકૉર્ડ બનાવ્યો
કુંગ ફુ ફિલ્મોથી પ્રભાવિત થયેલા એક સ્ટુડન્ટે ફિંગર પુશ-અપ્સનો નવો રેકૉર્ડ બનાવવા પ્રયાસ કર્યો હતો. ચીનની શાનઝી એવિએશન વોકેશનલ ઍન્ડ ટેક્નિકલ કૉલેજમાં અભ્યાસ કરતા ૨૧ વર્ષના ઝાંગ યુક્સાનના નામે યુવાન વયે એક મિનિટમાં સૌથી વધુ ફિંગર પુશ-અપ્સ (બે હાથે) સાથે તાળી પાડવાનો રેકૉર્ડ નોંધાયો છે. ઝાંગ યુક્સાને એક મિનિટમાં આ રીતે તાળી પાડીને ૨૨ ફિંગર પુશ-અપ્સ કર્યા છે.
કુંગ ફુ ફિલ્મો પ્રત્યેના તેના લગાવને લીધે તેણે શારીરિક સ્વસ્થતા કેળવવા સખત મહેનત કરવા સાથે પરંપરાગત ચીની ઔષધીઓનો ઉપયોગ કર્યો છે. તેણે માત્ર ૧૩ વર્ષની વયે ઘરે જ વજન ઊંચકવાની તેમ જ પુશ-અપ્સની તાલીમ લેવાની શરૂઆત કરી સ્વસ્થતા તેમ જ આત્મવિશ્વાસ કેળવવાની શરૂઆત કરી હતી. જુનિયર હાઈ સ્કૂલના બીજા વર્ષમાં તેણે કુંગ ફુ ફિલ્મોમાં જોયા પ્રમાણે ફિંગર પુશ-અપ્સ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ સમયે તે એકસાથે ૧૦ ફિંગર પુશ-અપ્સ કરી શકતો હતો.
ADVERTISEMENT
ઝાંગે કહ્યા મુજબ તેણે રેફરન્સ વિડિયો જોયા તેમ જ ઑનલાઇન મટીરિયલ સર્ચ કર્યું તો જણાયું કે હજી સુધી કોઈએ એક જ સમયે ફિંગર પુશ-અપ્સ સાથે તાળી પાડવાનો પ્રયાસ કર્યો નથી. પરિણામે તેણે આ પડકાર ઝીલી લીધો.