ચીનમાં જિયાંગ નામના યુવકે હોટેલમાં મફત રહેવા મળે અને સામેથી પૈસા પણ મળે એવું તિકડમ કર્યું હતું. તે મોટા બિઝનેસમૅન કે અધિકારી તરીકે કોઈ હોટેલમાં જતો. તેનાથી અંજાઈને હોટેલ-સ્ટાફ તેને રૂમ આપી દેતો.
અજબગજબ
જિયાંગ
ચીનમાં જિયાંગ નામના યુવકે હોટેલમાં મફત રહેવા મળે અને સામેથી પૈસા પણ મળે એવું તિકડમ કર્યું હતું. તે મોટા બિઝનેસમૅન કે અધિકારી તરીકે કોઈ હોટેલમાં જતો. તેનાથી અંજાઈને હોટેલ-સ્ટાફ તેને રૂમ આપી દેતો. પછી રૂમમાં ગંદાં કૉન્ડોમ, મરેલા વંદા અને વાળ હોવાનું કહીને ગંદકીની ફરિયાદ કરતો. હોટેલની શાખ બચાવવા મૅનેજમેન્ટ તેનું રૂમનું ભાડું કૅન્સલ કરતું અને ઉપરથી રૂપિયા પણ આપતું. જિયાંગ ૩૦૦થી વધુ હોટેલમાં રોકાયો હતો અને એમાંની ૬૩ હોટેલમાં આ રીતે રોકાયો હતો. વાત એમ હતી કે કૉલેજમાં ઍડ્મિશન લેવા માટેના પૈસા ખલાસ થઈ ગયા હતા એટલે ફી ભરવાના પૈસા ભેગા કરવા માટે જિયાંગે આ કીમિયો અજમાવ્યો હતો. આ રીતે તેણે ૫૨૦૦ ડૉલર પડાવ્યા હતા. શરૂઆતમાં તેની આ ચાલ ચાલી ગઈ, પણ ધીમે-ધીમે કિસ્સા વધવા માંડ્યા ત્યારે હોટેલ અસોસિએશન સુધી વાત પહોંચી અને અસોસિએશને એ વાત પોલીસને કરી. પોલીસે જિયાંગને પકડી લીધો ત્યારે તેણે કબૂલ્યું કે પોતાના સામાનમાં તે ગંદાં કૉન્ડોમ, મરેલા વંદા ને એવું બધું લઈ જતો. રૂમ મળે પછી ત્યાં ગમે ત્યાં ફેંકીને સફાઈ નથી થતી એવી ફરિયાદ કરતો.