ચિત્રવિચિત્ર આદતો, માન્યતાઓ અને કાયદા-કાનૂનથી ચીન ખાસ્સું પંકાયેલું છે. ચીનમાં વિદ્યાર્થીઓને સુંદર છોકરીઓ અને દેખાવડા છોકરાઓથી દૂર રહેવાની સલાહ અપાય છે. આ સલાહ ચીનની ટોચની જાસૂસી સંસ્થાએ આપી છે.
વિદ્યાર્થીઓને ચીનની સલાહ : સુંદર છોકરીઓ અને દેખાવડા છોકરાઓથી દૂર રહો
ચિત્રવિચિત્ર આદતો, માન્યતાઓ અને કાયદા-કાનૂનથી ચીન ખાસ્સું પંકાયેલું છે. ચીનમાં વિદ્યાર્થીઓને સુંદર છોકરીઓ અને દેખાવડા છોકરાઓથી દૂર રહેવાની સલાહ અપાય છે. આ સલાહ ચીનની ટોચની જાસૂસી સંસ્થાએ આપી છે. ચીનના રક્ષા મંત્રાલય અને જાસૂસી એજન્સીનું કહેવું છે કે વિદ્યાર્થીઓને ફોસલાવીને સંવેદનશીલ માહિતીઓ અને ડેટા કોઈ મેળવી લે એવી શક્યતા છે. વિદેશી જાસૂસી અને ગુપ્તચર એજન્સીઓ યુવાન વિદ્યાર્થીઓને સક્રિય રીતે નિશાન બનાવે છે. આ એજન્સીઓ તેમની ઇચ્છાઓ અને નવા અનુભવો જાણીને પછી લાભ ઉઠાવે છે. વિદેશી એજન્ટો ઘણી વાર ગુપ્ત અને સંવેદનશીલ વૈજ્ઞાનિક ટેડા મેળવવા માટે કૉલેજના વિદ્વાન, રિસર્ચ સેન્ટરના કર્મચારી કે સલાહકાર બનીને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતી લે છે. કેટલાક કિસ્સામાં સુંદર છોકરા-છોકરી બનીને સામે આવે છે અને રોમૅન્સની જાળ પાથરીને વિદ્યાર્થીઓને ફસાવે છે અને પછી ગુપ્ત માહિતી મેળવે છે.