China Viral Video: વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ બાળકી રડતાં રડતાં એક બાઉલમાં તેના આંસુ ભરી રહી છે અને આંખો નાની કરીને વધારે આંસુ કાઢવાનો પ્રયત્ન પણ કરી રહી છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - MidJourney)
બાળકો વધારે ટીવી જુએ તો તેમના પેરેન્ટ્સ તેમને ગુસ્સો બતાવે છે. તો કેટલીક વખત બાળકોને ડરવવા મારે પણ છે. જો કે તાજેતરમાં ચીનમાંથી (China Viral Video) એવી એક ઘટના સામે આવી છે જેને જોઈને સોશિયલ મીડિયા પર લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ચીનમાં એક ક્રૂર પિતાએ તેની ત્રણ વર્ષની દીકરીને વધુ ટીવી જોવાની સજા આપવા માટે એક બાઉલને દીકરીના આંસુઓથી ભરી દીધી હતી. આ ઘટનાને લઈને હવે લોકોએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
એક અહેવાલ મુજબ દક્ષિણ ચીનના ગુઆંગસી ઝુઆંગ સ્વાયત્ત પ્રદેશના યુલિનના રહેતા રહેતો એક વ્યક્તિ રાત્રે જમવાનું બનાવી રહ્યો હતો તે દરમિયાન તેણે તેની ત્રણ વર્ષની દીકરીને જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બોલાવી. જો કે આ બાળકીએ પિતાની વાત ન સાંભળી. આ વાતથી ગુસ્સે થયેલા પિતાએ દીકરીને (China Viral Video) એકદમ ક્રૂર સજા આપી. મળેલી માહિતી મુજબ ટીવી જોવામાં ખોવાઈ ગયેલી આ ત્રણ વર્ષની નાની બાળકી પિતાના કહેવા પર જમવા માટે ઊભી નહીં થઈ. ત્યારે પિતાએ ટીવી બંધ કરી દીધું. ટીવી બંધ થતાં ત્રણ વર્ષની જિયાજિયા રડવા લાગી તો પિતાએ તેને શાંત કરાવવાને બદલે તેની પાસે એક ખાલી બાઉલ લઈ આવ્યો અને અને કહ્યું, "જ્યાં સુધી તારા આંસુથી બાઉલ ભરાઈ નહીં જશે ત્યાં સુધી તને ટીવી જોવા નહીં મળે”.
ADVERTISEMENT
આ નિર્દયી ઘટનાનો વીડિયો પીડિત બાળકીની મમ્મીએ જ રેકોર્ડ (China Viral Video) કરીને ચીનના એક સોશિયલ મીડિયા ઍપ પર અપલોડ કર્યો હતો. આ વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ બાળકી રડતાં રડતાં એક બાઉલમાં પોતાના આંસુ ભરી રહી છે અને આંખો નાની કરીને વધારે આંસુ કાઢવાનો પ્રયત્ન પણ કરી રહી છે. વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે થોડા સમય પછી આ બાળકી બાઉલને પકડીને થકી જાય છે અને મમ્મી પપ્પા પાસે આવીને કહે છે કે મારા હાથ થકી ગયા છે અને મારા માટે આ કરવું અશક્ય છે." તે બાદ પિતાએ તેને સ્માઇલ કરવા કહ્યું જેને જોઈને તેઓ ખુશ પણ થયા.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (China Viral Video) થયા બાદ લોકોમાં આક્રોશ ફેલાયો હતો. અનેક લોકોએ ત્રણ વર્ષની બાળકી પ્રત્યેના વર્તન માટે પિતાની નિંદા કરી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ચીનમાં એક માતા-પિતા તેમના બાળકોને હોમવર્ક પૂર્ણ કરવાને બદલે ટીવી જોવા માટે કડક સજા આપી હતી. આ સજામાં પેરેન્ટ્સે બાળકને આખી રાત ટીવી જોવાની સજા આપી. આ સજામાં તેઓ દીકરાને ટીવી જોવા માટે આખી રાત જાગવા માટે દબાણ પણ કરી રહ્યા હતા બાળક શરૂઆતમાં શાંત હતો અને થાકી જાય તે પહેલાં ટીવી જોતી વખતે નાસ્તો પણ ખાતો હતો અને તે બાદ તે રડવા લાગ્યો હતો. જોકે તેના પેરેન્ટ્સે તેને સવારે પાંચ વાગ્યા સુધી સુવા દીધો નહોતો.