ચીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત રોબો લાઇફગાર્ડ બનાવ્યો છે. ચાઇનીઝ ઍકૅડેમી ઑફ સાયન્સિસ સાથે જોડાયેલી હેફેઇ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિકલ સાયન્સિસના સંશોધકોએ ૧૦૦ ઑપ્ટિકલ અને થર્મલ ઇમેજિંગ કૅમેરા નેટવર્કની મદદથી આ રોબો બનાવ્યો છે.
અજબગજબ
રોબો લાઇફગાર્ડ
ટેક્નૉલૉજીમાં ટોચના સ્થાન ગણાતા ચીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત રોબો લાઇફગાર્ડ બનાવ્યો છે. ચાઇનીઝ ઍકૅડેમી ઑફ સાયન્સિસ સાથે જોડાયેલી હેફેઇ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિકલ સાયન્સિસના સંશોધકોએ ૧૦૦ ઑપ્ટિકલ અને થર્મલ ઇમેજિંગ કૅમેરા નેટવર્કની મદદથી આ રોબો બનાવ્યો છે. આ રોબો કોઈ પણ જાતની માનવીય મદદ વિના ડૂબતા લોકોને બચાવશે. હેનાનના લુઓહે શહેરની નદીમાં આ રોબોનું પરીક્ષણ થઈ રહ્યું છે અને સ્થાયી સ્વરૂપે ત્યાં જ એને તહેનાત કરવામાં આવશે. સંશોધકો કહે છે કે આ રોબો ૨૪ કલાક કામ કરી શકશે અને એને કોઈ પણ માનવનિયંત્રણ કે હાજરીની જરૂર નહીં રહે. AI, ડેટા નેવિગેશન અને ટ્રૅકિંગ ટેક્નિકના ઉપયોગથી આ રોબો કામ કરશે. કૅમેરા ફુટેજ સર્વર પર મોકલશે અને કોઈ પાણીમાં ડૂબી રહ્યું છે એ નક્કી કરવા માટે ઍલ્ગરિધમનો ઉપયોગ કરે છે. ડૂબતાને બચાવવા માટે માણસ કરતાં આ રોબો વધુ ઝડપથી પહોંચી શકશે.