પુસ્તકનું નામ રાખ્યું છે એલિસ ઍન્ડ સ્પાર્કલ
Offbeat News
અમર રેશી અને એલિસ ઍન્ડ સ્પાર્કલ બુક
ટેક્નૉલૉજીની મદદથી તમે ઘણાં બધાં કામ બહુ ઝડપથી કરી શકો છે. એક વ્યક્તિએ માત્ર બે દિવસમાં ચિલ્ડ્રન્સ બુક લખવામાં તેમ જ એનાં ચિત્રો દોરવામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે (એઆઇ) કઈ રીતે મદદ કરી એ વાત સોશ્યલ મીડિયામાં કહી છે. પુસ્તક સાથે પોતાનો એક ફોટો શૅર કરતાં અમર રેશી નામની વ્યક્તિએ કહ્યું કે ‘વીક-એન્ડ મેં ચૅટજીપીટે, મિડ જર્ની અને અન્ય એઆઇ ટૂલ્સ સાથે રમવામાં વિતાવ્યો, ત્યાર બાદ બધાનું સંકલન કરીને બાળકો માટે એક સચિત્ર પુસ્તક પ્રકાશિત કર્યું. પુસ્તકનું નામ રાખ્યું છે એલિસ ઍન્ડ સ્પાર્કલ. મને બાળકો માટે એઆઇનો જાદુ દર્શાવતી વાર્તા જોઈતી હતી. મિડ જર્ની દ્વારા કઈ રીતે સચિત્ર પુસ્તક બનાવી શકાય એમાં મને મદદ મળી. પુસ્તક માટે જરૂરી તમામ સાહિત્ય ભેગાં કરીને ઍમેઝૉન કિન્ડલ પબ્લિશિંગમાં લઈ ગયો. ઍમેઝૉન દ્વારા ઈ-બુક સેલ્ફ પબ્લિશિંગ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને પુસ્તકનું પ્રકાશન કર્યું હતું.’
ઘણા લોકોએ આ પુસ્તકને પસંદ કર્યું છે. એક યુઝરે લખ્યું કે ‘એક દિવસ હું પુસ્તક લખીશ એવી આપણે વાતો કરીએ છીએ, અહીં આજે જ બુક લખીશ ત્યાં સુધી વાત આવી ગઈ છે.’