પાંચ વર્ષના અર્નેસ્ટોને જુદી-જુદી ૩ હૉસ્પિટલમાં લઈ જવાયો અને કેટેકોલામિનર્જિક પૉલિમૉર્ફિક વેન્ટ્રિક્યુલર ટેચિકાર્ડિયા (સીપીવીટી)નું નિદાન થયું.
અજબગજબ
અર્નેસ્ટો
વૉલ્ટ ડિઝની વર્લ્ડમાં ફરવા ગયેલા અમેરિકાના પરિવારનો ફરવાનો અને મોજમજા કરવાનો આનંદ દુ:ખ અને ચિંતામાં પલટાઈ ગયો હતો. ૨૧ સપ્ટેમ્બરે ટૈંગલે પરિવાર ડિઝની વર્લ્ડ ગયો હતો. ત્યાં રોલરકોસ્ટર રાઇડમાં બેઠા અને થોડા જ સમયમાં તેમના પાંચ વર્ષના દીકરા અર્નેસ્ટો ટૈગલેનો શ્વાસ બંધ થઈ ગયો. અર્નેસ્ટોની પાછળ જ બેઠેલી તેની માતા ક્રિસ્ટીને જોયું તો તેની નાડી પણ બંધ થઈ ગઈ હતી. તેણે બૂમાબૂમ કરીને રાઇડ અટકાવડાવી. દીકરાને સીપીઆર આપ્યો. નર્સ અને ડિઝનીના કર્મચારી સહિતના કેટલાક લોકો પણ તેની મદદે આવ્યા અને તાત્કાલિક હૅલિકોપ્ટરમાં હૉસ્પિટલ પહોંચાડ્યો. પાંચ વર્ષના અર્નેસ્ટોને જુદી-જુદી ૩ હૉસ્પિટલમાં લઈ જવાયો અને કેટેકોલામિનર્જિક પૉલિમૉર્ફિક વેન્ટ્રિક્યુલર ટેચિકાર્ડિયા (સીપીવીટી)નું નિદાન થયું. સાદી ભાષામાં કહીએ તો બાળકને કાર્ડિઍક અરેસ્ટ થયો હતો. તાત્કાલિક સારવાર મળી જતાં તેની બીમારીની કોઈ પણ આડઅસર વિના જ અર્નેસ્ટોની તબિયત સુધરી રહી છે. હવે તેને ઘરે જઈને પોતાની સાઇકલ ચલાવવી છે.