આદિવાસી સમાજના સમૃદ્ધ વારસા અને પરંપરાગત વસ્ત્રોના થીમ પર આ રૅમ્પ-વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું.
અજબગજબ
છત્તીસગઢમાં આદિવાસી ફૅશન-વૉકનો જલવો
છત્તીસગઢના બલરામપુરમાં મકરસંક્રાન્તિ નિમિત્તે ત્રણ દિવસનો તાતાપાની મહોત્સવ યોજાય છે જેમાં આદિવાસી ફૅશન-વૉકનું પણ આયોજન થાય છે. આ ફૅશન-વૉકમાં સ્થાનિક આદિવાસી છોકરા-છોકરીઓએ દેશી કપડાં પહેરીને રૅમ્પ-વૉક કર્યું હતું અને એનો જલવો જોવા જેવો હતો. એમાં છત્તીસગઢની સંસ્કૃતિ નજરે પડી હતી. આદિવાસી સમાજના સમૃદ્ધ વારસા અને પરંપરાગત વસ્ત્રોના થીમ પર આ રૅમ્પ-વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનો ઉદ્દેશ સાંસ્કૃતિક પ્રથાને સંરક્ષિત કરવાનો છે અને એને જનતા સમક્ષ રજૂ કરવા મંચ ઉપલબ્ધ કરાવવાનું છે.