આ ગણેશમંદિર દરિયાની સપાટીથી ૩૦૦ ફુટની ઊંચાઈએ છે અને એ ૧૦૦૦ વર્ષ જૂનું છે
Offbeat
૩૦૦ ફુટની ઊંચાઈએ આવેલું ગણેશ મંદિર
આપણા દેશમાં અનેક ગણેશમંદિર છે, પરંતુ કેટલાંક મંદિર સુધી પહોંચવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. ગાઢ જંગલોમાં ઊંચા પહાડો પર પણ મંદિર હોય છે, જેનાં દર્શન કરવા માટે અનેક કિલોમીટર ચાલવું પડે છે.
આવું જ એક ગણેશમંદિર છત્તીસગઢના ઢોલકલ હિલ પર છે. અહીં અનેક ટૂરિસ્ટ્સ આવે છે અને દર્શન કરે છે. જોકે અહીંના પૂજારીએ રોજ ખૂબ મહેનત કરીને આ ડુંગર પર આવવું પડે છે. ઇન્સ્ટાગ્રામ પર aadi_thakur_750 નામના એક યુઝરે આ મંદિરનો એક વિડિયો શૅર કર્યો હતો, જેને જોઈને નેટિઝન્સ મંત્રમુગ્ધ થઈ ગયા છે.
ADVERTISEMENT
આ ગણેશમંદિર દરિયાની સપાટીથી ૩૦૦ ફુટની ઊંચાઈએ છે અને એ ૧૦૦૦ વર્ષ જૂનું ગણેશમંદિર હોવાનું કહેવાઈ રહ્યું છે. એ મંદિર બૈલાડીલા પર્વતમાળાના ગાઢ જંગલમાં છે. નવમી કે દસમી સદીમાં નાગવંશી રાજવંશના સમયમાં ‘ઢોલ’ના આકારની પર્વતમાળા પર ગણેશની આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જંગલમાંથી પગપાળા આ જગ્યાએ જઈ શકાય છે. આ ગણેશમંદિરના વિડિયોને ચાર લાખથી વધારે લાઇક્સ મળી છે.