છત્તીસગઢના જાંજગીર ચાંપામાં આવું બન્યું છે. સોનાદહ ગામમાં ૩૦ સપ્ટેમ્બરે મોડી રાતે પણ ડીજે પાર્ટી ચાલુ હતી એટલે કોઈકે પોલીસને ફરિયાદ કરી.
અજબગજબ
એએસઆઇ સિદાર
બોલો, આવું છે. છત્તીસગઢના જાંજગીર ચાંપામાં આવું બન્યું છે. સોનાદહ ગામમાં ૩૦ સપ્ટેમ્બરે મોડી રાતે પણ ડીજે પાર્ટી ચાલુ હતી એટલે કોઈકે પોલીસને ફરિયાદ કરી. બિર્રા પોલીસ-સ્ટેશનના એએસઆઇ ફૂલેશ્વર સિંહ સિદાર ડીજે બંધ કરાવવા પહોંચ્યા હતા, પણ તેમણે પાર્ટી બરાબરની જામેલી જોઈ હતી. ડાન્સરને નાચતી જોઈને પોલીસદાદા તો ખુરસી લઈને બેસી ગયા. એ તો ઠીક, તેમનાથી રહેવાયું નહીં અને પોતે પણ નાચવા માંડ્યા. પોતે વર્દી પહેરી છે અને પાર્ટી બંધ કરાવવા આવ્યા છે એ પણ ભૂલી ગયા અને તેમનો વિડિયો બની ગયો, વાઇરલ પણ થઈ ગયો. એ જોઈને એસપી વિવેક શુક્લાએ આદેશ કર્યો અને એએસઆઇ સિદાર સસ્પેન્ડ થઈ ગયા.