અંકલ છે પંજાબના પઠાનકોટના ચિરંજી લાલ અને આન્ટી છે સંગરુરના મનપ્રીત સિંહનાં મમ્મી. આ બન્ને કાર્બન ફાઇબરની પ્રતિમાઓ છે જે ઑલમોસ્ટ સાચુકલી દેખાય છે.
લાઇફમસાલા
કાર્બન ફાઇબરની પ્રતિમાઓ
અંકલ છે પંજાબના પઠાનકોટના ચિરંજી લાલ અને આન્ટી છે સંગરુરના મનપ્રીત સિંહનાં મમ્મી. આ બન્ને કાર્બન ફાઇબરની પ્રતિમાઓ છે જે ઑલમોસ્ટ સાચુકલી દેખાય છે. ૮૦ વર્ષની ઉંમરે ત્રણ વર્ષ પહેલાં અવસાન પામેલા ચિરંજી લાલની પ્રતિમા તેમના પૌત્ર રેશમ શર્માએ બનાવડાવી છે અને તેમના ખેતરમાં મૂકી છે. રેશમ શર્માના દાદાજી અતિશય મહેનત અને સંઘર્ષ કરીને, શૂન્યમાંથી સર્જન કરીને ૨૦ એકર ખેતીલાયક જમીનના માલિક બન્યા હતા. દાદાજીની પ્રતિમા બનાવવાનું કારણ એ છે કે તેઓ સામે હોય તો નવી પેઢી તેમની સખત મહેનતને ભૂલે નહીં. મનપ્રીત સિંહે જાન્યુઆરીમાં અવસાન પામેલાં મમ્મીની પ્રતિમા એટલે બનાવી છે જેથી તેમની હાજરી ઘરમાં વર્તાય, કારણ કે મમ્મી જ ઘરનું ચાલક બળ હતાં.
આ પ્રતિમાઓ સોનુ સૂદના શહેર મોગામાં રહેતા શિલ્પકાર ઇકબાલ સિંહે બનાવી છે. તેઓ ૨૩ વર્ષથી આ ક્ષેત્રમાં છે. કાર્બન ફાઇબરમાંથી લાઇફ-સાઇઝની પ્રતિમા બનાવવામાં કમસે કમ બે મહિના લાગે છે અને એનો ખર્ચ ૯૦,૦૦૦થી દોઢ લાખ રૂપિયા જેવો થાય છે.