તાજેતરમાં તેણે નાકમાંથી એક એવું બૉન જેવું હાડકું ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે જે મૂછ જેવા આકારનું છે.
અજબ ગજબ
કૅનેડાનો રેમી
મૂળ કૅનેડાનો રેમી તરીકે ફેમસ માણસ પોતાના શરીરને જાતજાતની ઇન્કથી રંગવાનો એટલો શોખીન છે કે તેણે શરીરને લગભગ ૯૫ ટકા હિસ્સા પર ટૅટૂ ત્રોફાવ્યાં છે. જોકે આ સિલસિલો લગભગ દોઢ દાયકાથી ચાલ્યો આવે છે. એટલું જ નહીં, તેને પસંદ ન આવે તો પોતાનાં જ છૂંદણાં પર બીજી નવી ડિઝાઇન પણ છુંદાવે છે. તેણે પોતાની જીભને કાપીને બે ભાગમાં કરી નાખી છે.
કાનમાં પણ મોટાં-મોટાં કાણાં પડાવ્યાં છે અને નાકમાં પણ. જોકે તાજેતરમાં તેણે નાકમાંથી એક એવું બૉન જેવું હાડકું ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે જે મૂછ જેવા આકારનું છે. મૂછ હોઠના ઉપરના ભાગને બદલે નાકમાં ઊગી હોય એવું દેખાય છે. અત્યાર સુધી કરોડો રૂપિયા પોતાના બૉડીને મૉડિફાય કરવામાં ખર્ચી નાખનારો રેમી હજીયે કંટાળ્યો નથી. દર થોડા સમયે તેને પોતાના શરીર સાથે કંઈક અળવીતરાં ચેડાં કરવાનું સૂઝે છે.