મધ્ય પૂર્વના ઇઝરાયલ અને ઈરાન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને કેટલાય લોકો ઘવાયા છે તથા કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે.
અજબગજબ
ટ્રાવેલ્સનું નામ પણ ઇઝરાયલથી જેરુસલેમ કરવામાં આવ્યું
મધ્ય પૂર્વના ઇઝરાયલ અને ઈરાન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને કેટલાય લોકો ઘવાયા છે તથા કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે. આ યુદ્ધના પડઘા ભારતમાં પણ પડ્યા છે. કર્ણાટકના કટીલમાં રહેતા લેસ્ટર કટીલ નામના ભાઈ ૧૨ વર્ષ સુધી ઇઝરાયલમાં રહ્યા પછી પાછા આવ્યા છે. તેમણે મૅન્ગલોરમાં જૂની બસ ખરીદીને ટ્રાવેલ્સ શરૂ કરી છે અને ઇઝરાયલ પ્રત્યેનો પ્રેમ દર્શાવવા માટે ટ્રાવેલ્સનું નામ પણ ઇઝરાયલ રાખ્યું હતું. આ નામ વાંચીને પૅલેસ્ટીનના સમર્થકો ગુસ્સે થઈ ગયા, નારાજ થઈ ગયા. એ લોકોના કહેવા પ્રમાણે ઇઝરાયલ આતંકવાદી દેશ છે તો પણ ટ્રાવેલ્સનું નામ તેં શા માટે રાખ્યું? સોશ્યલ મીડિયા પર મુદ્દો ચગ્યો. એ તો ઠીક પોલીસ-ફરિયાદ નોંધવાની માગણી સુધી વાત પહોંચી ગઈ. ટ્રાફિક-પોલીસ પણ મૂંઝાઈ ગઈ અને નામ બદલવાનો નિર્દેશ આપ્યો. આ બબાલથી કંટાળીને લેસ્ટર કટીલે પરાણે ટ્રાવેલ્સનું નામ જેરુસલેમ કરવું પડ્યું.