Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચોરે ઘરમાં ઘૂસી ધોયેલાં કપડાં સૂકવ્યાં, ઘર વ્યવસ્થિત કર્યું અને ચોરી કર્યા વિના જતો રહ્યો

ચોરે ઘરમાં ઘૂસી ધોયેલાં કપડાં સૂકવ્યાં, ઘર વ્યવસ્થિત કર્યું અને ચોરી કર્યા વિના જતો રહ્યો

Published : 05 October, 2024 12:16 PM | IST | Wales
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જતાં-જતાં તેણે ચિઠ્ઠી લખી હતી, ‘ચિંતા ન કરશો, ખુશ રહો, ખાઓ-પીઓ ને મજા કરો`

ડેમિયન વોઝ્નિલોવિઝ

અજબગજબ

ડેમિયન વોઝ્નિલોવિઝ


યુકેના મૉનમાઉથશરના વેલ્શ કાઉન્ટીમાં ચોરીની એક વિચિત્ર ઘટના બની છે. ડેમિયન વોઝ્નિલોવિઝ નામનો ૩૬ વર્ષનો ચોર ૧૬ જુલાઈએ એકલી રહેતી મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યાં તેણે ચોરી નહોતી કરી, પણ ઘરનાં બધાં કામ કર્યાં હતાં. એ મહિલા ઘરે પાછી આવી ત્યારે જોયું તો ધોયેલાં કપડાં બહાર સૂકવાયેલાં હતાં, તેણે ખરીદેલી વસ્તુઓ ઘરમાં નિશ્ચિત જગ્યાએ મૂકેલી હતી. ટૂથબ્રશ પરનું હેડ બદલી દેવાયું હતું અને કચરાપોતાં પણ કરેલાં હતાં. જૂતાંની નવી જોડીનું પૅકિંગ પણ ખોલી નખાયું હતું અને પક્ષીઓને ચણ પણ નાખેલું જોઈને મહિલાને આશ્ચર્ય તો થયું જ પણ ડર વધારે લાગ્યો. નકામો કચરો પણ રીસાઇકલ બિનમાં નાખી દેવાયો હતો. ફ્રિજ વ્યવસ્થિત ગોઠવી દીધું હતું. ઘરને વ્યવસ્થિત ગોઠવીને ચોરે રસોઈ પણ કરી હતી. જતાં-જતાં તેણે ચિઠ્ઠી લખી હતી, ‘ચિંતા ન કરશો, ખુશ રહો, ખાઓ-પીઓ ને મજા કરો.’ આ બધું જોઈને મહિલાને પોતાના જ ઘરમાં રહેવાનો ડર લાગતો હતો. વોઝ્નિલોવિઝે ૨૯ જુલાઈએ એકલા રહેતા એક પુરુષના ઘરમાં પણ આવું જ કૃત્ય કર્યું હતું. જોકે પછી પોલીસે તેને પકડી લીધો હતો અને ગુરુવારે બાવીસ મહિનાની જેલની સજા પણ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2024 12:16 PM IST | Wales | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK