સાઉથ આફ્રિકાના ક્રુગર નૅશનલ પાર્કમાં વાઇલ્ડલાઇફ સફારી વખતે ફોટોગ્રાફી કરી રહેલી પામ બ્રુસ બ્રૅન્ડે રીંછ જેવા પંજા ધરાવતું ભેંસનું બચ્ચું જોયું હતું.
ભેંસના બચ્ચાના પગે રીંછ જેવા પંજા
સાઉથ આફ્રિકાના ક્રુગર નૅશનલ પાર્કમાં વાઇલ્ડલાઇફ સફારી વખતે ફોટોગ્રાફી કરી રહેલી પામ બ્રુસ બ્રૅન્ડે રીંછ જેવા પંજા ધરાવતું ભેંસનું બચ્ચું જોયું હતું. ભેંસના બચ્ચાની આ દુર્લભ વિકૃતિ એને થયેલી હાઇપરકૅરાટોસિસ નામની દુર્લભ સ્થિતિને કારણે હતી. આવી દુર્લભ સ્થિતિ છતાં ભેંસનું બચ્ચું એના ઝુંડ સાથે જ રહેતું હતું.
પામ બ્રુસ બ્રૅન્ડે જણાવ્યું કે ભેંસના બચ્ચાનો જન્મ હાઇપરકૅરાટોસિસ સાથે થયો હતો. આ એક એવી સ્થિતિ છે જેમાં ત્વચાનું બહારનું પડ સહેજ વધુ જાડું હોય છે. આ સ્થિતિ સામાન્ય રીતે શરીરના અન્ય ભાગોમાં હાથ-પગ અને નખને વિશેષ અસર કરે છે. ભેંસના પંજાની આ સ્થિતિ અનુવાંશિક પરિવર્તન કે નબળા પોષણને કારણે હોઈ શકે છે. આ
સ્થિતિ લંગડાપણાનું કારણ બની શકે છે, જે વાછરડાને જંગલી શિકારી પ્રાણીઓથી રક્ષણ માટે વધુ પડતું સંવેદનશીલ બનાવે છે.
શિકારી પ્રાણીઓથી બચવા માટે વાછરડાએ ટોળામાં રહેવું જરૂરી છે અને એ માટે સ્વસ્થ અને મજબૂત ખરની જરૂર હોય છે. વાછરડાની વય વધવા સાથે એના પગ વધુ કઠણ બને છે, જે આફ્રિકાના રણ વિસ્તારમાં આવશ્યક પકડ પ્રદાન કરે છે અને લપસવાથી બચાવે છે.