વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછી બ્રુનેઇ સમાચારમાં છે અને ચર્ચામાં છે ત્યાંના સુલતાન હાજી હસનલ બોલ્કિયા, કારણ કે સુલતાન વાળ કપાવવા પાછળ પણ ૨૦,૦૦૦ ડૉલર એટલે કે ૧૬ લાખ રૂપિયા ખર્ચી નાખે છે.
બ્રુનેઇના રૉયલ સુલતાનનો વાળ કપાવવાનો ખર્ચ ૧૬ લાખ રૂપિયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછી બ્રુનેઇ સમાચારમાં છે અને ચર્ચામાં છે ત્યાંના સુલતાન હાજી હસનલ બોલ્કિયા, કારણ કે સુલતાન વાળ કપાવવા પાછળ પણ ૨૦,૦૦૦ ડૉલર એટલે કે ૧૬ લાખ રૂપિયા ખર્ચી નાખે છે. વાળ કપાવવા માટે તેમના પસંદગીના વાળંદને ખાસ લંડનથી બ્રુનેઇ બોલાવે છે. બ્રિટિશ રૉયલ પરિવારના વારસદારો પ્રિન્સ વિલિયમ અને હૅરીએ જ્યાંથી મિલિટરીની તાલીમ લીધી છે એ સૅન્ડહર્સ્ટની રૉયલ મિલિટરી ઍકૅડેમીમાંથી સુલતાને પણ ગ્રૅજ્યુએશન કર્યું છે. સુલતાન પાસે ૭૦૦૦થી વધુ કારનો કાફલો છે, એમાં પણ ૬૦૦ રોલ્સ રૉયસ, ૪૫૦ ફેરારી અને ૩૮૦ બેન્ટ્લી કાર છે. બોલ્કિયાની કુલ સંપત્તિ ૩૦ બિલ્યન ડૉલર જેટલી છે. બે લાખ વર્ગ મીટરમાં પથરાયેલા મહેલમાં ૧૭૦૦ રૂમ, ૨૫૭ બાથરૂમ અને પાંચ સ્વિમિંગ-પૂલ છે.