૬૦ સેકન્ડમાં તે ૪૨ વાર પગ સ્પ્લિટ કરે છે અને પાછી ઊભી થાય છે એ વિડિયો જોઈને ભલભલા દંગ રહી ગયા છે.
લિબર્ટી બરોસ
બ્રિટનની ૧૬ વર્ષની લિબર્ટી બરોસ નામની ટીનેજરનું શરીર ખૂબ ફ્લેક્સિબલ છે. તે બન્ને પગ પહોળા કરીને જમીન પર સ્ફૂર્તિથી સ્પ્લિટ્સ કરી શકે છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ ધરાવતી આ ટીનેજરે સૌથી પહેલાં ‘સ્પેન્સ ગૉટ ટૅલન્ટ’ અને પછી ‘બ્રિટન્સ ગૉટ ટૅલન્ટ’ નામના શોઝમાં પોતાની પ્રતિભા બતાવી હતી અને ત્યાં જ તેને મોસ્ટ ફ્લેક્સિબલ ગર્લનું બિરુદ મળ્યું હતું. તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે લિબર્ટીનો વિડિયો ઑફિશ્યલ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને લખ્યું છે, ‘સૌથી વધુ સ્પ્લિટ્સ એક મિનિટમાં ૪૨. એ છે લિબર્ટી બરોસ.’ ૬૦ સેકન્ડમાં તે ૪૨ વાર પગ સ્પ્લિટ કરે છે અને પાછી ઊભી થાય છે એ વિડિયો જોઈને ભલભલા દંગ રહી ગયા છે.

