સુલતાનગંજથી અગુવાની ઘાટ તરફના પિલર નંબર ૯ અને ૧૦ વચ્ચેનો હિસ્સો તૂટી પડીને ગંગા નદીમાં સમાઈ ગયો હતો.
અજબ ગજબ
ભાગલપુર-સુલતાનગંજ બ્રિજ
ગંગા નદી પર બિહારમાં ખગડિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે ૧૭૧૦ કરોડ રૂપિયાના ખર્ચે ૨૦૧૪થી નિર્માણાધીન ભાગલપુર-સુલતાનગંજ બ્રિજનો ગઈ કાલે વધુ એક હિસ્સો તૂટી પડ્યો હતો. આ બ્રિજ પહેલાં બે વાર તૂટી પડ્યો છે. સુલતાનગંજથી અગુવાની ઘાટ તરફના પિલર નંબર ૯ અને ૧૦ વચ્ચેનો હિસ્સો તૂટી પડીને ગંગા નદીમાં સમાઈ ગયો હતો.
૨૦૨૩ની ૪ જૂને આ બ્રિજનું ૨૦૦ મીટર લાંબું સુપર સ્ટ્રક્ચર નદીમાં પડી ગયું હતું. એ સમયે બે કામદારો પણ ગુમ થયા હતા. એ પહેલાં ૨૦૨૨ની ૨૭ એપ્રિલે પણ ૧૦૦ ફુટ લાંબું સુપર સ્ટ્રક્ચર પાણીમાં પડી ગયું હતું. જોકે એ સમયે કોઈ જાનહાનિ થઈ નહોતી. આ પુલ ૩.૧૦૦ કિલોમીટર લાંબો છે.