જોકે આ દરમ્યાન બૅન્ક-સ્ટાફને શંકા જતાં પોલીસ બોલાવવામાં આવી હતી.
એરિકા ડી સૂઝા
ફિલ્મ ‘જાને ભી દો યારો’માં ડેડ-બૉડીને જીવતો માણસ તરીકે દર્શાવીને કૉમેડીની ધમાચકડી મચે છે, પણ બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં એક મહિલા ખરેખર મૃતદેહને જીવતો માણસ તરીકે રજૂ કરીને બૅન્કમાં લઈ આવી હતી. એરિકા ડી સૂઝા નામની આ મહિલા ૨.૮૩ લાખ રૂપિયાની લોનના પેપર સહી કરવા માટે પોતાની સાથે એક વ્યક્તિને વ્હીલચૅરમાં બેસાડીને લઈ આવી હતી.
એરિકાએ તેમની ઓળખ પોતાના અંકલ તરીકે આપી હતી. જોકે તેના અંકલના ચહેરા પર કોઈ હાવભાવ નહોતા અને તેમના શરીરમાં પણ કોઈ હલનચલન નહોતી. એરિકાએ એક હાથેથી તેમના માથાને સપોર્ટ આપ્યો હતો. ડૉક્યુમેન્ટ પર સહી કરવા માટે તેણે અંકલનો હાથ પકડીને સહી કરાવતી હોય એવો ડોળ કર્યો હતો. જોકે આ દરમ્યાન બૅન્ક-સ્ટાફને શંકા જતાં પોલીસ બોલાવવામાં આવી હતી એ પછી એરિકાની પોલ ખૂલી ગઈ હતી.

