સ્ટન્ટ બાઇકર્સ દ્વારા કરાયેલા પહેલા લિમકા બુક ઑફ રેકૉર્ડ્સ માટેના પરાક્રમમાં ઇન્સ્પેક્ટર વિશ્વજિત ભાટિયાએ રૉયલ એનફીલ્ડ ૩૫૦સીસી મોટરસાઇકલની સીટ પર સૂવાની સ્થિતિમાં સૌથી લાંબી સવારી કરી હતી
બીએસએફના બહાદુર સ્ટન્ટ બાઇકર્સે બે વર્લ્ડ રેકૉર્ડ રચ્યા
બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (બીએસએફ)ના ત્રણ સ્ટન્ટ બાઇકર્સે શુક્રવારે બે જુદા-જુદા વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યા હોવાનું ફોર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું.
સ્ટન્ટ બાઇકર્સ દ્વારા કરાયેલા પહેલા લિમકા બુક ઑફ રેકૉર્ડ્સ માટેના પરાક્રમમાં ઇન્સ્પેક્ટર વિશ્વજિત ભાટિયાએ રૉયલ એનફીલ્ડ ૩૫૦સીસી મોટરસાઇકલની સીટ પર સૂવાની સ્થિતિમાં સૌથી લાંબી સવારી કરી હતી. ઇન્સ્પેક્ટર ભાટિયાએ બે કલાક ૦૬ મિનિટ ૧૭ સેકન્ડ માટે બ્રેક લીધા વિના સવારી કરીને રાષ્ટ્રીય રાજધાનીના છાવલા વિસ્તારમાં કુલ ૭૦.૨ કિલોમીટર સુધીના બીએસએફ સ્ટેડિયમના વિસ્તારને આવરી લીધો હતો, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું. બીજો રેકૉર્ડ ટીમ ઇન્સ્પેક્ટર અવધેશ કુમાર અને કૉન્સ્ટેબલ સુધાકર બન્નેએ મળીને કર્યો હતો. આ બન્ને જવાનોએ રૉયલ એનફીલ્ડ ૩૫૦સીસી મોટરસાઇકલ પર ૧૨ ફુટ અને ૯ ઇંચ લાંબી સીડી પર ચડીને સૌથી લાંબી સવારીનો રેકૉર્ડ કર્યો હતો. બન્ને બાઇકર્સે ગ્રુપ ઇવેન્ટના ભાગરૂપે બે કલાક ૨૧ મિનિટ ૪૮ સેકન્ડ સુધી બ્રેક વિના સવારી કરીને બીએસએફ સ્ટેડિયમના ૮૧.૫ કિલોમીટરના વિસ્તારને આવરી લીધો હતો.