વૅલેન્ટાઇન્સ ડેની ગિફ્ટ તરીકે આ બહેનને અવનવી ભેટ મળી છે
વૅલેન્ટાઇન્સ ડેના દિવસે પોતાના પ્રિય પાત્રને ભેટ આપવાનું જાણે ચલણ થઈ ગયું છે. આ ભેટમાં ગુલાબનાં ફૂલ અને ચૉકલેટ્સથી માંડીને ડિનર ડેટ્સ અને મૂવી નાઇટ પણ સમાવિષ્ટ હોઈ શકે છે. જોકે ડીજે જૉડી વૉટ્સન નામની આ મહિલાને તેના ભૂતપૂર્વ પ્રેમી પાસેથી કેટલીક અજીબોગરીબ ચીજો ભેટ મળી છે. આ ભેટ-સોગાદ વિશે જાણ્યા બાદ કોઈને પણ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે કે તેને આવી ભેટનો આઇડિયા ક્યાંથી મળ્યો હશે.
દાંતમાંથી તૈયાર કરાયેલી વીંટી
ADVERTISEMENT
જૉડી વૉટ્સનને કેટલાંક વર્ષ પહેલાં તેના પ્રેમીએ પોતાના દુધિયા દાંતમાંથી વીંટી બનાવીને ભેટ આપી હતી, જેને જોઈને જ તે અવાચક બની ગઈ હતી. દુધિયા દાંતમાંથી તૈયાર કરાયેલી વીંટી ભેટ આપવા બદલ ગર્વ અનુભવું એમ તે ઇચ્છતો હતો. તેના મતે દાંતની વીંટી એક રીતે વિશ્વાસનું પ્રતીક હતી. જોકે ગૂગલ સર્ચમાં એનો અર્થ સંબંધિત વ્યક્તિ જુઠ્ઠું બોલતી હોઈ શકે છે એવો થતો હતો.
અન્ય મહિલાના નામનાં ફૂલો
અન્ય મહિલાનાં નામ લખેલાં ફૂલોની ભેટ મને આપી હતી, જેનો સીધો અર્થ એ હતો કે મને છેતરવામાં આવી રહી હતી. આ ભેટ વિશેની વાતને યાદ કરતાં જૉડી વૉટ્સને કહ્યું હતું કે ‘વૅલેન્ટાઇન્સ ડેના એક દિવસ પહેલાં એટલે કે મહામારી શરૂ થઈ એ પહેલાં જ અમે ડ્રિન્ક પર મળ્યાં હતાં. મને રસ્તાની કિનારે ઊભી રાખીને તે પોતાના ફ્લૅટમાં ફૂલ લેવા ગયો હતો. આશ્ચર્યની વાત એ હતી કે એ જ સમયે એક રિક્ષાવાળાએ તે અનેક યુવતીઓ સાથે ફરતો હોવાનું જણાવીને મને એ બાબતે ચેતવી હતી. જોકે ઘરે જઈને જોયું તો તેણે મને આપેલો ફૂલોનો બુકે અન્ય કોઈ લ્યુસિન્ડાના નામનું કાર્ડ ધરાવતો હતો.’
ગોલ્ડ ફિશ
જૉડી વૉટ્સન સ્કૂલમાં હતી ત્યારે તેની ગોલ્ડ ફિશ મૃત્યુ પામી હોવાનું જાણીને તેના સહાધ્યાયીએ વૅલેન્ટાઇન્સ ડેના દિવસે તેને ગોલ્ડ ફિશ ભેટ આપી હતી.
પર્સનલાઇઝ્ડ ગિફ્ટ
પર્સનલાઇઝ્ડ ગિફ્ટ એ ખૂબ સુંદર અહેસાસ છે એ વાત સ્વીકારવા છતાં જૉડીના એક બૉયફ્રેન્ડે વૅલેન્ટાઇન્સ ડે પર તેને પોતાનો ફોટો ધરાવતા અન્ડરવેરનું પૅકેટ ભેટ કર્યું હતું.

