છોકરો ગર્લફ્રેન્ડને સૂટકેસમાં છુપાવીને હૉસ્ટેલમાં આવતો હોય છે ત્યારે સૂટકેસને ઉઠાવતી વખતે ઝટકો લાગતાં છોકરીની ચીસ નીકળે છે
છોકરો તેની ગર્લફ્રેન્ડને સૂટકેસમાં છુપાવીને બૉય્ઝ હૉસ્ટેલમાં લાવવાનો પ્રયાસ કરે છે
સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક છોકરો તેની ગર્લફ્રેન્ડને સૂટકેસમાં છુપાવીને બૉય્ઝ હૉસ્ટેલમાં લાવવાનો પ્રયાસ કરે છે પણ પકડાઈ જાય છે. તેની ફિલ્મી સ્ટાઇલ કામિયાબ થતી નથી. આ છોકરો ગર્લફ્રેન્ડને સૂટકેસમાં છુપાવીને હૉસ્ટેલમાં આવતો હોય છે ત્યારે સૂટકેસને ઉઠાવતી વખતે ઝટકો લાગતાં છોકરીની ચીસ નીકળે છે અને ગાર્ડ્સને છોકરા પર શંકા જાય છે. ગાર્ડ્સે સૂટકેસ ખોલવાનું કહેતાં એમાંથી છોકરી બહાર નીકળે છે. આ સમયે ત્યાં ઉપસ્થિત લોકો હસવા લાગે છે. આ વિડિયોને ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે જેમાં એક જણે આ સાહસને મિશન ઇમ્પૉસિબલ બૉય્ઝ હૉસ્ટેલ એડિશન જણાવ્યું છે. એક યુઝરે જણાવ્યું હતું કે પ્રેમમાં માણસ કંઈ પણ કરે છે.
આ ઘટના હરિયાણાની એક પ્રાઇવેટ યુનિવર્સિટીની હૉસ્ટેલની છે.

