ટ્રાફિક જામમાં (Traffic jam) એક વ્યક્તિનું જીવન બદલાઈ ગયું. આ વિશે આ શખ્સે પોતે લોકોને જણાવ્યું છે. સોશિયલ મીડિયા (Social Media) પર તેની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે.
પ્રતીકાત્મક તસવીર
ટ્રાફિક જામ (Traffic Jam common in India) ભારતમાં એક સામાન્ય સમસ્યા છે, ખાસ તો મોટા શહેરોમાં, ઘણીવાર કોઈકને કોઈક ચારરસ્તે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે જ છે. એવામાં લોકો હેરાન થાય એ સામાન્ય બાબત છે. પણ આ ટ્રાફિક જામમાં એક વ્યક્તિનું જીવન બદલાઈ ગયું. આ વિશે આ શખ્સે પોતે લોકોને જણાવ્યું છે. સોશિયલ મીડિયા પર તેની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે.
હકિકતે, એક રેડિટ યૂઝરે જણાવ્યું કે કેવી રીતે બેન્ગલુરૂના જામમાં ફસાયા દરમિયાન તેને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને પછી તેણે તે જ છોકરી સાથે લગ્ન પણ કર્યા.
ADVERTISEMENT
રેડિટ યૂઝરે લખ્યું કે એક દિવસ તે પોતાની મહિલા મિત્રને મૂકવા જઈ રહ્યો હતો. જેવો તે સોની વર્લ્ડ સિગ્નલ પાસે પહોંચ્યો, જામમાં ફસાઈ ગયો. એજીપુરા ફ્લાઈઓવરનું નિર્માણકાર્ય ચાલતું હતું, જેને કારણે લાંબો ટ્રાફિક જામ લાગ્યો હતો.
Top drawer stuff on Reddit today ??@peakbengaluru pic.twitter.com/25H0wr526h
— Aj (@babablahblah_) September 18, 2022
યૂઝરે જણાવ્યું કે, "અમને ભૂખ લાગી હતી. આથી અમે બીજો રૂટ લીધો અને નજીકની હોટેલમાં જઈને ડિનર કર્યું. રાતનું આ ડિનર બન્નેનું પહેલું રોમાંટિક ડિનર પણ બન્યું."
યૂઝરે આગળ લખ્યું કે જે છોકરી સાથે ડિનર કર્યું તેની સાથે મારી સારી મિત્રતા થઈ. તે દિવસ પછી અમે એકબીજાની નજીક આવ્યા. લગભગ 3 વર્ષ સુધી તેની સાથે ડેટિંગ ચાલી અને પછી તેની સાથે લગ્ન પણ કરી લીધા.
યૂઝરે જણાવ્યું કે તેમના લગ્નને 2 વર્ષ પૂરા થઈ ગયા છે. જો કે, જે ફ્લાયઓવરને કારણે તેઓ જામમાં ફસાયા હતા, તેનું નિર્માણકાર્ય હજી પણ ચાલે છે.
આ પણ વાંચો : 44 વર્ષીય મહિલાને જબરજસ્તી પરણાવી 14 વર્ષના ભત્રીજા સાથે,કારણ જાણીને રહી જશો દંગ
રેડિટ પર કરવામાં આવેલી પોસ્ટને ટ્વિટર પર શૅર કરવામાં આવી જ્યાં આ પોસ્ટને 4 હજારથી વધારે લાઇક્સ અને કોમેન્ટ્સ મળી ચૂકી છે. યૂઝર્સ આ અનોખી લવ સ્ટોરી પર જુદાં-જુદાં પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોએ બેંગ્લુરુ ટ્રાફિક જામને લઈને પોતાના અનુભવ પણ શૅર કર્યા છે.