આ મહિલા બૉસનું નામ ગીના રાઈનહાર્ટ(Gina Rinehart) છે. જેણે કર્મચારીઓની ક્રિસમસને વધારે આનંદિત બનાવી દીધી છે.
પ્રતીકાત્મક તસવીર
એક મહિલા બૉસે પોતાના કર્મચારીને બોનસ આપી ચોંકાવી દીધા છે. તેમણે એક મીટિંગ દરમિયાન બોનસ આપવાની જાહેરાત કરી હતી. ક્રિસમસના અવસર પર તેમણે પોતાના 10 કર્મચારીઓને 80-80 લાખ રૂપિયાથી વધુ રકમ આપી છે. બૉસની આ ઉદારતાની હવે ચોતરફ ચર્ચા થઈ રહી છે.
આ મહિલા બૉસનું નામ ગીના રાઈનહાર્ટ(Gina Rinehart) છે. ઓસ્ટ્રેલિયાઈ અરબપતિ રાઈનહાર્ટ HancockProspecting નામની માઈનિંગ અને એગ્રીકલ્ચરલ કંપનીના કાર્યકારી અધ્યક્ષ છે. આ કંપની તેણીના પિતા દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. એક રિપોર્ટ અનુસાર, રાઈનહાર્ટ 34 બિલિયન ડૉલરની સપંત્તિ સાથે ઓસ્ટ્રેલિયાના ધનાઢ્ય લોકોમાં સ્થાન ધરાવે છે.
ADVERTISEMENT
ગીના રાઈનહાર્ટે હાલમાં પોતાની એક કંપની(Roy Hill)ના 10 કર્મચારીઓને અચાનક બોનસ આપવાની જાહેરાત કર હતી. તેમણે પ્રત્યેકને 82-82 લાખ રૂપિયા બોનસના રૂપમાં આપ્યાં છે. જેને ક્રિસમસ બોનસ ગણાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:ફ્લાઇટ રદ થઈ એટલે અટવાઈ ગયેલા ૧૩ અજાણ્યા મુસાફરો રોડ જર્ની પર નીકળ્યા
જોકે, આ પહેલા રાઈનહાર્ટે પોતાના કર્મચારીઓને એક મહત્વની ઘોષણા માટે તૈયાર રહેવા કહ્યું હતું. તેમણે બોનસ કે કોઈ પણ સરપ્રાઈઝની વાત નહોતી કરી. એવામાં જ્યારે તેણીએ આટલી મોટી રકમ આપવાની વાત કરી તો કર્મચારી સાંભળીને દંગ રહી ગયા હતાં. બોનસ મેળવનાર કર્મચારીઓમાંથી એક કર્મચારી માત્ર ત્રણ મહિલા પહેલાં જ કંપનીમાં જોડાયો હતો.