આફ્રિકા અને એશિયાના કેટલાક દેશોમાં લગ્ન પછી કન્યાને સાસરે વળાવતી વખતે તેના માથે થૂંકવાનો રિવાજ છે
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
‘બાર ગાઉએ બોલી બદલાય’ એ ગુજરાતી કહેવત તો ભાષા માટે છે, પણ લગ્નના રીતરિવાજ પણ આવી જ રીતે બદલાતા જોવા મળે છે. આફ્રિકા અને એશિયાના કેટલાક દેશોમાં લગ્ન પછી કન્યાને સાસરે વળાવતી વખતે તેના માથે થૂંકવાનો રિવાજ છે. દીકરીના માથે થૂંકીને વિદાય કરવાને ત્યાં શુભ ગણવામાં આવે છે. ઇથિયોપિયામાં એવી માન્યતા છે કે કન્યા પર થૂંકવાનું શુભ હોય છે અને વધૂને નજર લાગતી નથી. નાઇજીરિયાના કેટલાક વિસ્તારોમાં પણ આવી જ પ્રથા છે. ત્યાંની માન્યતા પ્રમાણે થૂંકવાથી પરિવાર વચ્ચેનું બંધન વધુ મજબૂત બને છે અને કન્યા માટે સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે.