Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આંસુનાં ટીપાં જેવો શેપ ચહેરા પર ગરમ ગુંદરથી રચવાનો મેકઅપ-ટ્રેન્ડ શરૂ થયો છે જપાનમાં

આંસુનાં ટીપાં જેવો શેપ ચહેરા પર ગરમ ગુંદરથી રચવાનો મેકઅપ-ટ્રેન્ડ શરૂ થયો છે જપાનમાં

Published : 25 November, 2024 04:20 PM | Modified : 25 November, 2024 04:35 PM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જપાનમાં થોડા સમય પહેલાં ચહેરો જોઈને જ માંદગી વ્યક્ત થાય એવો મેકઅપ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો હતો. તાજેતરમાં એનાથીયે વિયર્ડ ટ્રેન્ડ શરૂ થયો છે

ટીનેજર છોકરીઓ ચહેરા પર ગરમ ગુંદરથી આંસુનાં ટીપાંનો શેપ ચહેરા પર થ્રી ડાઇમેન્શનમાં બનાવે છે

અજબગજબ

ટીનેજર છોકરીઓ ચહેરા પર ગરમ ગુંદરથી આંસુનાં ટીપાંનો શેપ ચહેરા પર થ્રી ડાઇમેન્શનમાં બનાવે છે


જપાનમાં થોડા સમય પહેલાં ચહેરો જોઈને જ માંદગી વ્યક્ત થાય એવો મેકઅપ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો હતો. તાજેતરમાં એનાથીયે વિયર્ડ ટ્રેન્ડ શરૂ થયો છે, આંખમાંથી મોટાં-મોટાં આંસુડાં સારવાનો. યંગ અને ટીનેજર છોકરીઓ ચહેરા પર ગરમ ગુંદરથી આંસુનાં ટીપાંનો શેપ ચહેરા પર થ્રી ડાઇમેન્શનમાં બનાવે છે. ગુંદર સહેજ ગરમ હોવાથી ત્વચા પર ચીટકી જાય છે. પહેલાં પ્લાસ્ટિક શીટ પર ગુંદરની ગનમાંથી આંસુનો શેપ બનાવવામાં આવે. એ ટીપું સેટ થઈને સહેજ ઠંડું પડે એટલે શીટ પરથી કાઢીને ચહેરા પર લગાવી દેવામાં આવે. ચહેરા પર એ ચીટકી રહે એ માટે આઇલેશિઝ લગાવવા માટે વપરાતો ગ્લુ યુઝ કરવામાં આવે. સહાનુભૂતિ મેળવવાના હેતુથી આ મેકઅપ-ટ્રેન્ડ શરૂ થયો છે, પણ ડર્મેટોલૉજિસ્ટ્સનું કહેવું છે કે એનાથી સ્મૂધ અને સિલ્કી સ્કિનને નુકસાન થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2024 04:35 PM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK