એક કરતબમાં તો ઊંટભાઈ આગળના બે પગ ઊંચા કરીને પાછલા બે પગે એટલા સીધા ઊભા રહી જાય છે કે જોનારાની ગરદન દુખી જાય.
કૅમલનાં કમાલનાં કરતબ
રાજસ્થાનના બિકાનેરમાં ઇન્ટરનૅશનલ કૅમલ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે એમાં રાજસ્થાની પરંપરાઓની ઝલક જોવા મળે છે. જોકે આ વખતના ફેસ્ટિવલમાં તો પશુપાલકોએ પોતાનાં ઊંટને પણ જાતજાતનાં કરતબ કરવાની તાલીમ આપી છે. એક નાનકડા પ્લૅટફૉર્મ પર ચડીને ઊંટભાઈ આગલા પગે જૉગિંગ કરતા હોય એવી વિડિયો-ક્લિપ્સ હવે વાઇરલ થઈ રહી છે તો એક કરતબમાં તો ઊંટભાઈ આગળના બે પગ ઊંચા કરીને પાછલા બે પગે એટલા સીધા ઊભા રહી જાય છે કે જોનારાની ગરદન દુખી જાય.

