ઊંટવૈદોને કારણે દરદીઓને જીવનું જોખમ થઈ જતું હોય છે, પરંતુ બિહારના રોહતાસ જિલ્લાના એક ગામમાં નકલી ડૉક્ટરને કારણે બે વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
ઊંટવૈદોને કારણે દરદીઓને જીવનું જોખમ થઈ જતું હોય છે, પરંતુ બિહારના રોહતાસ જિલ્લાના એક ગામમાં નકલી ડૉક્ટરને કારણે બે વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે. શ્રીનગર ગામમાં રહેતા જિતેન્દ્ર કુમારની પત્ની મમતાદેવીને ૧૧ ઑક્ટોબરે પ્રસવપીડા ઊપડી હતી એટલે તેને ઇમર્જન્સી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં નકલી ડૉક્ટરે યુટ્યુબ પર વિડિયો જોઈને ડિલિવરી કરાવી હતી. આને કારણે ૧૨ ઑક્ટોબરે મમતાદેવી અને તેમના નવજાત બાળકનું મૃત્યુ થયું હતું.