એક વિદ્યાર્થીએ બૉલીવુડ અભિનેત્રી સની લીઓનીને પોતાની મમ્મી અને સિરિયલ કિસરનું બિરુદ પામેલા અભિનેતા ઇમરાન હાશ્મીને પોતાના પપ્પા બનાવી દીધા છે. સોશ્યલ મીડિયામાં આગની જેમ બિહારની બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીનું એક્ઝામ-ફૉર્મ પ્રસરી ગયું છે.
અજબગજબ
એક્ઝામ-ફૉર્મ
પરીક્ષામાં ચોરી કરવી કે પ્રશ્નપત્રમાં ચેડાં કરવા જેવી ગંભીર બાબતો આપણે ત્યાં બનતી હોય છે પણ આ ઘટના તો એનાથી પણ ગંભીર છતાં હસવું રોકી ન શકાય એવી છે. એક વિદ્યાર્થીએ બૉલીવુડ અભિનેત્રી સની લીઓનીને પોતાની મમ્મી અને સિરિયલ કિસરનું બિરુદ પામેલા અભિનેતા ઇમરાન હાશ્મીને પોતાના પપ્પા બનાવી દીધા છે. સોશ્યલ મીડિયામાં આગની જેમ બિહારની બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીનું એક્ઝામ-ફૉર્મ પ્રસરી ગયું છે. કોઈ કુંદન નામના વિદ્યાર્થીએ ફૉર્મમાં મમ્મીના નામ પાસે સની લીઓની અને પપ્પાના નામ પાસે ઇમરાન હાશ્મી લખ્યું છે. આ બન્ને કલાકારોની ફિલ્મો જોઈને લોકોને જેવી મજા પડે છે એવી જ મજા અત્યારે સોશ્યલ મીડિયા સ્ક્રૉલ કરનાર લોકોને પડી રહી છે.