Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ‘ટાંકી’ ફુલ કરાવનારાઓ પાસે પોલીસે ‘ટાંકી’ ખાલી થતાં ધક્કા લગાવડાવ્યા

‘ટાંકી’ ફુલ કરાવનારાઓ પાસે પોલીસે ‘ટાંકી’ ખાલી થતાં ધક્કા લગાવડાવ્યા

Published : 06 February, 2024 10:32 AM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેદીઓની કમરની આસપાસ દોરડા બાંધેલા છે અને એ જ હાલતમાં તેઓ ગાડીને ધક્કો મારી રહ્યા છે.

વાઇરલ વિડિયોની તસવીર

Offbeat

વાઇરલ વિડિયોની તસવીર


બિહાર નવા નિશાળિયા માટે નથી’ એ કહેવત તાજેતરના વિડિયોમાં સાચી થતી જોઈ શકાય છે, જ્યાં આરોપી પાસે ભાગવાનો મોકો હોવા છતાં તેઓ પોલીસને મદદ કરતા જોવા મળ્યા હતા. પોતાની કબર ખોદવા સમાન વિડિયોમાં દારૂ પીને પેટની ટાંકી ફુલ કરાવવા બદલ દારૂબંધીવાળા બિહારમાં પકડાયેલા ચાર આરોપીઓ પોલીસ-વૅનમાં ઈંધણ ખૂટ્યું અને ટાંકી ખાલી થઈ જતાં વૅનને ધકેલતા દેખાયા હતા. છટકી જવાની તકનો લાભ લેવાને બદલે બિહારના આ આરોપીઓએ તેમની શક્તિનું પ્રદર્શન કરવાનું પસંદ કર્યું અને વિડિયો ઝડપથી સોશ્યલ મીડિયામાં સનસનાટી બની ગયો હતો. સાથે જ ઇન્ટરનેટ પર લોકોને પૂરતું મનોરંજન મળી ગયું હતું. આ ઘટના રવિવારે બની જ્યારે ડ્રાય સ્ટેટ બિહારમાં દારૂના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરાયેલા ચાર જણને કોર્ટમાં લઈ જવાઈ રહ્યા હતા. ભાગલપુરમાં કચહારી ચોક પાસે ફ્યુઅલ ખૂટી જવાને કારણે પોલીસ વૅનનાં પૈડાં થંભી ગયાં હતાં. બાદમાં આવેલા વિચિત્ર વળાંકમાં અધિકારીઓએ પોતે આરોપીઓને જ તેમના વાહનને રસ્તાની બાજુએ ધકેલવાની સૂચના આપી હતી. વાઇરલ વિડિયોમાં આ વિચિત્ર દૃશ્ય દેખાડવામાં આવ્યું છે, જેમાં કેદીઓની કમરની આસપાસ દોરડા બાંધેલા છે અને એ જ હાલતમાં તેઓ ગાડીને ધક્કો મારી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2024 10:32 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK