બિહારના સહરસા જિલ્લાના એક ગામમાંથી બે પરિણીત પ્રેમીઓનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. આ લવસ્ટોરી બે બાળકોના એક પિતા અને ત્રણ બાળકોની એક માતા વચ્ચેની છે
અજબગજબ
યુવકના હાથમાં સિંદૂર આપીને યુવતીના સેંથામાં પુરાવવામાં આવ્યું.
બિહારના સહરસા જિલ્લાના એક ગામમાંથી બે પરિણીત પ્રેમીઓનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. આ લવસ્ટોરી બે બાળકોના એક પિતા અને ત્રણ બાળકોની એક માતા વચ્ચેની છે. આ પ્રેમપ્રકરણ ત્રણ વર્ષથી ચાલી રહ્યું હતું, પણ હમણાં પકડાઈ ગયું. હમણાં મજનૂ પોતાની લૈલાને મળવા મોડી રાત્રે પહોંચ્યો ત્યારે યુવતીના ઘરવાળાઓને ખબર પડી ગઈ અને તેમણે પ્રેમીને પકડી પાડ્યો. પછી યુવતીના ઘરવાળાઓએ અને ગામવાળાઓએ મળીને બન્નેને વીજળીના થાંભલા સાથે બાંધી દીધાં અને તેમનાં ‘લગ્ન’ કરાવી દીધાં. યુવકના હાથમાં સિંદૂર આપીને યુવતીના સેંથામાં પુરાવવામાં આવ્યું.