ઝીરો શેડો ડે કર્ક રેખા પર રહેતા લોકો વર્ષમાં બે વખત અનુભવે છે.
Offbeat News
પડછાયાએ પણ છોડ્યો સાથ
સામાન્ય રીતે આપણે દિવસના સમયે ઘરની બહાર નીકળીએ એટલે આપણી સાથે આપણો પડછાયો પણ આવતો હોય છે. જોકે બૅન્ગલોરવાસીઓએ મંગળવારે બપોરે ૧૨.૧૭ મિનિટે અનોખી ખગોળીય ઘટનાનો અનુભવ કર્યો હતો, કારણ કે એ સમયે તેમનો પડછાયો સપાટી પર દેખાતો જ નહોતો. આ ઘટનાને ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી એની ધરી પર એ રીતે ઝૂકે છે જેને કારણે આ ઘટના ઉદ્ભવે છે. જે પૃથ્વી પર ૨૩.૫ પ્લસ અને ૨૩.૫ માઇનસ ડિગ્રી અક્ષાંશ પર જોવા મળે છે.
ADVERTISEMENT
ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટી ઑફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે બપોરના સમયે સૂર્ય બરાબર માથે હોય એવું નથી. એ થોડો ઉત્તર અથવા થોડો દક્ષિણ દિશામાં સંક્રમણ કરે છે અને પૃથ્વીનું સૂર્યની ફરતેનું પરિભ્રમણ ૨૩.૫ ડિગ્રી હોય છે. આમ ૨૩.૫ પ્લસ અને ૨૩.૫ માઇનસ ડિગ્રી અક્ષાંશ વચ્ચે રહેતા લોકોને આ દિવસોમાં બપોરના સમયે સૂર્ય તેમની બરોબર ઉપર હશે. પરિણામે કોઈ વસ્તુનો પડછાયો દેખાશે નહીં. ઝીરો શેડો ડે કર્ક રેખા પર રહેતા લોકો વર્ષમાં બે વખત અનુભવે છે. બૅન્ગલોરમાં આ બે તારીખો ૨૫ એપ્રિલ અને ૧૮ ઑગસ્ટ છે.