ટ્વિટર યુઝર મંથન ગુપ્તાએ એક પોસ્ટ મૂકી છે જેમાં તેણે ભાડા પર લીધેલી એક નાની જગ્યામાં પલંગ, નાનો કબાટ અને ટેબલ સમાવિષ્ટ છે
Offbeat News
ભાડાના ઘરની શોધ છેવટે જેલના સેલ પર અટકી
બૅન્ગલોર જેવા ગીચ વસ્તી ધરાવતા શહેરમાં ભાડાનું ઘર મેળવવું ખૂબ જ મુશ્કેલ કામ છે. ટ્વિટર યુઝર મંથન ગુપ્તાએ એક પોસ્ટ મૂકી છે જેમાં તેણે ભાડા પર લીધેલી એક નાની જગ્યામાં પલંગ, નાનો કબાટ અને ટેબલ સમાવિષ્ટ છે. ખૂબ જ ભીડ ધરાવતી આ જગ્યામાં નાની બારી અને મેટલના સળિયાના દરવાજા છે. ફોટોની કૅપ્શનમાં તેણે લખ્યું છે કે આ ફુલી ફર્નિશ્ડ પ્રૉપર્ટી મેં ભાડાના ઘર તરીકે પસંદ કરી છે, ગેટ ધરાવતી આ સોસાયટીમાં ૨૪×૭ સુરક્ષા પણ ઉપલબ્ધ છે. જોકે આ પ્રૉપર્ટીનો ફોટો જોયા બાદ તમે સમજી જશો કે એ શું છે. જો ન સમજ્યા હો તો તમને જણાવી દઈએ કે એ એક જેલનો સેલ છે. ટ્વિટર યુઝર્સે આ પોસ્ટ પર અનેક ટિપ્પણી અને રમૂજી કટાક્ષ કર્યાં છે.
એક ટ્વિટર યુઝરે કહ્યું છે કે આ એક પરિવર્તનકારી અનુભવ બની શકે છે. લોકોએ સ્વેચ્છાએ જેલ સેલને ભાડે આપવાનો વિકલ્પ પસંદ કરવો જ જોઈએ.