Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૅન્ગલોરની મૉડર્ન હોટેલમાં બ્રિટિશ જમાનાના, પણ ઑટોમૅટિક ફરતા પડદાવાળા ટ્રેડિશનલ પંખા મુકાયા

બૅન્ગલોરની મૉડર્ન હોટેલમાં બ્રિટિશ જમાનાના, પણ ઑટોમૅટિક ફરતા પડદાવાળા ટ્રેડિશનલ પંખા મુકાયા

Published : 14 July, 2024 12:20 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફૅન્સનો વિડિયો કોઈકે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે અને એના પર લોકોએ દિલ ખોલીને કમેન્ટ્સ કરી છે.

બૅન્ગલોરની મૉડર્ન હોટેલમાં બ્રિટિશ જમાનાના ઑટોમૅટિક ફરતા પડદાવાળા ટ્રેડિશનલ પંખા

અજબ ગજબ

બૅન્ગલોરની મૉડર્ન હોટેલમાં બ્રિટિશ જમાનાના ઑટોમૅટિક ફરતા પડદાવાળા ટ્રેડિશનલ પંખા


પહેલાંના જમાનામાં રાજા-મહારાજાની બાજુમાં પંખો નાખનારા ઊભા રહેતા કાં પછી છત પર પડદા જેવું લગાવેલું હોય એને કોઈ રૂમની બહાર બેઠાં-બેઠાં હલાવ્યા કરે એવી વ્યવસ્થા રહેતી. હાલમાં ઍર-કન્ડિશનરના જમાનામાં બૅન્ગલોરની એક રેસ્ટોરાંએ જૂના દિવસોની યાદ અપાવે એવા પડદાના સીલિંગ ફૅન્સ લગાવ્યા છે. જોકે ટ્રેડિશનલ પ્રિન્ટવાળા કપડાના ટૉવેલ જેવા કટકા આપમેળે હલે છે. ભલે એ દેખાવમાં પરંપરાગત હોય, એ કામ તો ઑટોમૅટિક અથવા ઇલેક્ટ્રિસિટીથી જ કરે છે. આ ફૅન્સનો વિડિયો કોઈકે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે અને એના પર લોકોએ દિલ ખોલીને કમેન્ટ્સ કરી છે. કોઈકને એ જૂના જમાનાના ગુલામીના દિવસોને યાદ અપાવનારા લાગે છે, તો કોઈકે લખ્યું છે કે લાઇફ ઇઝ અ સર્કલ. જૂનું જે પણ છે એ પાછું આવી રહ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2024 12:20 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK