આઇઆઇએમ, મદ્રાસમાંથી સ્ટડી કરનારી ૨૩ વર્ષની ડિજિટલ માર્કેટર અનન્યા શેટ્ટી દ્વારા એની શરૂઆત કરવામાં આવી છે
Offbeat News
આ રૂમમાં તમે ઇચ્છો એ તોડફોડ કરી શકો છો
અત્યારની ભાગમભાગ અને કૉમ્પિટિશનથી ભરપૂર લાઇફમાં સ્ટ્રેસ ભરપૂર છે. આ સ્ટ્રેસ દિલોદિમાગમાં હાવી થઈ જાય તો એનાથી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ પર અસર થઈ શકે છે. એટલે જ સ્ટ્રેસને બહાર કાઢવું જરૂરી છે. એના માટેનો એક ઉપાય છે રેજ રૂમ. બૅન્ગલોરમાં પહેલો રેજ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં તમે તમારા મનમાં રહેલા ગુસ્સાને બહાર કાઢી શકો છો. જે વસ્તુઓને તમે ઘરે તોડી ન શકો એવી વસ્તુઓને તમે અહીં તોડીફોડી શકો છો.
આ પણ વાંચો: આ છે ભારતનું પર્સનલ ‘ચૅટજીપીટી’
ADVERTISEMENT
આ રેજ રૂમમાં તમારામાં રહેલા આક્રોશને બહાર કાઢવા માટે તમે ગ્લાસ, મેટલ, પ્લાસ્ટિક અને બીજી ઘણી વસ્તુઓને તોડી શકો છો. આમ તો આ રેજ રૂમનો કન્સેપ્ટ નવો નથી. બૅન્ગલોર માટે એ નવી વાત છે. આઇઆઇએમ, મદ્રાસમાંથી સ્ટડી કરનારી ૨૩ વર્ષની ડિજિટલ માર્કેટર અનન્યા શેટ્ટી દ્વારા એની શરૂઆત કરવામાં આવી છે. અહીં તમે ૧૫ મિનિટથી લઈને ૪૫ મિનિટ સુધી તોડફોડ કરી શકો છો. એના માટે જુદા-જુદા ચાર્જિસ છે.