સોશ્યલ મીડિયામાં આ વિડિયો વાઇરલ થયા પછી મુથુરાજની ધરપકડ થઈ અને અત્યારે તે જેલમાં જ છે.
અજબગજબ
બૅન્ગલોરના રિક્ષાચાલક મુથુરાજ
કોઈના જીવનમાં સોશ્યલ મીડિયાનો પ્રભાવ કેવો હોય છે એ બૅન્ગલોરના રિક્ષાચાલક મુથુરાજની ઘટના પરથી ખબર પડે છે. તે રિક્ષાચાલકના જીવનમાં ફરી પાછો વળાંક આવ્યો છે. મહિલા યાત્રીએ ટ્રિપ કૅન્સલ કરી હતી એટલે આ ડ્રાઇવર ભારે ગુસ્સે થઈ ગયો હતો અને માત્ર ૩૦ રૂપિયાનું ભાડું ન મળવાને કારણે તે મહિલાને બહુ એલફેલ બોલેલો અને થપ્પડ પણ મારેલી. સોશ્યલ મીડિયામાં આ વિડિયો વાઇરલ થયા પછી મુથુરાજની ધરપકડ થઈ અને અત્યારે તે જેલમાં જ છે, કારણ કે બહાર નીકળવા માટે ૩૦,૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ થાય એમ છે. આ રિક્ષાચાલક પાસે એટલા પૈસાની વ્યવસ્થા નથી. આ વાત પણ સોશ્યલ મીડિયા પર ફરવા લાગી. હવે કેટલાક લોકોએ તે જેલમાંથી બહાર નીકળી શકે એ માટે રૂપિયા ભેગા કરવાનો, ક્રાઉડ-ફન્ડિંગનો પ્રસ્તાવ પણ સોશ્યલ મીડિયામાં મૂક્યો છે. કેટલાકે આને સકારાત્મક વાત ગણાવી છે, પરંતુ મોટા ભાગના લોકોએ મહિલા પર હુમલો કરનારને મદદ કરવાની વાતની ટીકા પણ કરી છે.