એકદમ અકલ્પનીય દૃશ્ય રીંછનો ભગવાન સાથેનો કોઈ દૈવી નાતો દર્શાવી રહ્યું છે. આ દૃશ્ય જોઈને શિવભક્તો ખુશ થઈ ગયા છે.
અજબગજબ
છત્તીસગઢના બાગબાહરાના ચંડીમાતા મંદિરમાં ભગવાન શિવજીનાં દર્શન કરવા રીંછ આવ્યું
છત્તીસગઢના બાગબાહરાના ચંડીમાતા મંદિરમાં ભગવાન શિવજીનાં દર્શન કરવા રીંછ આવ્યું હતું. દિલને પ્રેમ અને શ્રદ્ધાથી છલકાવી દેતા આ વિડિયોમાં એક રીંછ શિવલલિંગને પ્રેમથી ભેટે છે, હાથ ફેરવે છે અને માથું નમાવે છે. એક મૂક પ્રાણીની ભક્તિ દર્શાવતો સુંદર વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે અને એને એક મિલ્યનથી વધારે વ્યુઝ મળ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો જોઈને ઘણા વ્યુઅર્સ ખુશ થઈ ગયા છે અને તેમણે ‘હર હર મહાદેવ’ની કમેન્ટ્સ કરીને ખુશી વ્યક્ત કરી છે.
આ વાઇરલ વિડિયોમાં ભગવાન શિવના મુખની પ્રતિકૃતિ દેખાતી હોય એવા મધ્ય પ્રદેશ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના શિવલિંગની યાદ અપાવતા શિવલિંગ પર એક રીંછ બેસેલું છે અને લિંગને ભેટી રહ્યું છે. તે પોતાના હાથ શિવલિંગ પર પ્રેમથી પસવારી રહ્યું છે. આ એકદમ અકલ્પનીય દૃશ્ય રીંછનો ભગવાન સાથેનો કોઈ દૈવી નાતો દર્શાવી રહ્યું છે. આ દૃશ્ય જોઈને શિવભક્તો ખુશ થઈ ગયા છે.