આપણા દેશમાં નાનાં-મોટાં દરેક શહેરમાં રિક્ષા જોવા મળે છે. રિક્ષામાં કોઈ વિશેષ સુવિધાની આશા મુસાફરો રાખતા નથી છતાં ઘણી વખત થ્રી-વ્હીલર્સના ડ્રાઇવરો કસ્ટમરને આકર્ષવા માટે વાહનને અપગ્રેડ કરતા હોય છે
બૅન્ગલોરની હાઇ-ટેક ઑટો
આપણા દેશમાં નાનાં-મોટાં દરેક શહેરમાં રિક્ષા જોવા મળે છે. રિક્ષામાં કોઈ વિશેષ સુવિધાની આશા મુસાફરો રાખતા નથી છતાં ઘણી વખત થ્રી-વ્હીલર્સના ડ્રાઇવરો કસ્ટમરને આકર્ષવા માટે વાહનને અપગ્રેડ કરતા હોય છે. બૅન્ગલોરની આવી જ એક ઑટોરિક્ષાનો વિડિયો વાઇરલ થયો છે; જેમાં કારમાં જોવા મળે એવી સૉફ્ટ સીટ, એક નાનકડી ટેબલ-ટ્રે અને પંખો લગાવવામાં આવ્યો છે. બંધ કરી શકાય એવી નાનકડી કાચની બારી પણ છે. સ્ટિયરિંગ વ્હીલની બાજુમાં એક ડિજિટલ સ્ક્રીન પણ છે. વળી રિક્ષાની અંદર રંગીન લાઇટ પણ ફિટ કરવામાં આવી છે. રિક્ષાની પાછળના ભાગમાં ઍક્ટર શંકર નાગ અને પુનિત રાજકુમારનો ફોટો છે. અજિત સહાની નામના યુઝરે આ વિડિયો શૅર કર્યો છે. એક યુઝરે લખ્યું કે આવી રિક્ષામાં મુસાફરી કરવાનો ઘણો આનંદ આવે છે. આમાં પ્રવાસ કરવા માટે ડ્રાઇવરનો કૉન્ટૅક્ટ-નંબર આપો. એક સપ્તાહ પહેલાં પંજાબની પણ આવી જ એક ઑટોરિક્ષાનો વિડિયો વાઇરલ થયો હતો, જેમાં કુલર મૂકાયેલું હતું.