અનોખા કેક-શોમાં અનોખું ક્રિસમસ ટ્રી, ડાયનોસૉર વર્લ્ડ અને પત્તાંનો મહેલ પણ
અજબગજબ
અનોખો કેક-શો
ઇન્સ્ટિટ્યૂટ ઑફ બેકિંગ ઍન્ડ કેક આર્ટ દ્વારા બૅન્ગલોરમાં એક અનોખો કેક-શો શરૂ થયો છે જેની થીમ છે સેલિબ્રેશન ઑફ આર્ટ. ૧૩ ડિસેમ્બરથી શરૂ થયેલા અને ૧ જાન્યુઆરી સુધી ચાલનારા આ શોમાં અયોધ્યાના ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ માત્ર શુગર-સિરપ એટલે કે ચાસણીમાંથી બનાવવામાં આવી છે. ૮૬૦ કિલોનું વજન ધરાવતી રામ મંદિરની આ પ્રતિકૃતિમાં હનુમાનદાદાની મૂર્તિ, હાથી-સિંહની પ્રતિમાઓ આબેહૂબ બનાવવામાં આવી છે. આ શોમાં રામ મંદિર ઉપરાંત ૨૦ ફુટનું ક્રિસમસ ટ્રી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ૨.૮ ટનનું આ ક્રિસમસ ટ્રી આખું કેકમાંથી બન્યું છે. આ શોમાં ચાસણીમાંથી બનેલું આખું ડાયનોસૉર વર્લ્ડ તથા પત્તાંના મહેલની કેક અને એવી ખાઈ શકાય એવી બીજી કળાકૃતિઓ પણ બનાવવામાં આવી છે.